Netanyahu spoke to PM Modi amid Israel-Hamas war: ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ(Israel-Hamas war) વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આજે એટલે કે, મંગળવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. પીએમ મોદીએ લખ્યું છે કે, ઈઝરાયેલની વર્તમાન પરિસ્થિતિ વિશે મને અપડેટ કરવા માટે હું ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂનો આભાર માનું છું. ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલની સાથે મજબૂતીથી ઉભા છે. ભારત આતંકવાદને તેના તમામ સ્વરૂપોમાં સખત અને સ્પષ્ટપણે વખોડે છે.
Deeply shocked by the news of terrorist attacks in Israel. Our thoughts and prayers are with the innocent victims and their families. We stand in solidarity with Israel at this difficult hour.
— Narendra Modi (@narendramodi) October 7, 2023
હમાસના હુમલા પર PM મોદીએ શું કહ્યું?
શનિવારે આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલ પર થયેલા હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલ સાથે એકતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ તેને ‘આતંકવાદી હુમલો’ ગણાવીને આકરી નિંદા કરી હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ઊંડો આઘાત લાગ્યો છે. અમારા વિચારો અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ઇઝરાયેલ સાથે એકતામાં ઊભા છીએ.
I thank Prime Minister @netanyahu for his phone call and providing an update on the ongoing situation. People of India stand firmly with Israel in this difficult hour. India strongly and unequivocally condemns terrorism in all its forms and manifestations.
— Narendra Modi (@narendramodi) October 10, 2023
ભારત પ્રભાવશાળી દેશ છેઃ ભારતમાં ઇઝરાયેલના રાજદૂત
ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને અગાઉ કહ્યું હતું કે, તેમના દેશને ભારત તરફથી મજબૂત સમર્થનની જરૂર પડશે. તેમણે કહ્યું હતું કે, ભારત એક પ્રભાવશાળી દેશ છે અને તે આતંકવાદના પડકારને સમજે છે અને આ સંકટને પણ સારી રીતે જાણે છે. આ સમયે તે અત્યંત મહત્વપૂર્ણ છે કે અમને બધું કરવાની ક્ષમતા આપવામાં આવે જેથી હમાસ તેના અત્યાચારો ચાલુ રાખી ન શકે.
તેમણે કહ્યું હતું કે, ‘અમને ભારત તરફથી ભારે સમર્થન મળ્યું છે. અમે આશા રાખીએ છીએ કે વિશ્વના તમામ દેશો સેંકડો ઇઝરાયેલી નાગરિકો, મહિલાઓ, પુરુષો, વૃદ્ધો અને બાળકોની બિનઉશ્કેરણીજનક હત્યા અને અપહરણની નિંદા કરશે. આ અસ્વીકાર્ય છે.’
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube