ભૂકંપ બાદ… ભયંકર ભુસંખલનથી ધ્રુજી ઉઠ્યું Pakistan, જમીનદોસ્ત થયા 20થી વધુ ટ્રકો- મોતનો આંકડો…

તૂટતી અર્થવ્યવસ્થા વચ્ચે ભૂકંપ બાદ પાકિસ્તાન (Pakistan) હવે ભૂસ્ખલન (Landslide) નો ભોગ બની રહ્યું છે. મંગળવારે સવારે પશ્ચિમ પાકિસ્તાનમાં સરહદી શહેર તોરખામ નજીક એક મોટા…

તૂટતી અર્થવ્યવસ્થા વચ્ચે ભૂકંપ બાદ પાકિસ્તાન (Pakistan) હવે ભૂસ્ખલન (Landslide) નો ભોગ બની રહ્યું છે. મંગળવારે સવારે પશ્ચિમ પાકિસ્તાનમાં સરહદી શહેર તોરખામ નજીક એક મોટા હાઇવે પર એક વિશાળ ભૂસ્ખલન થયું, જેમાં ઓછામાં ઓછા બે અફઘાન નાગરિકો માર્યા ગયા. તે જ સમયે, અન્ય આઠ લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત 20 જેટલી ટ્રકો જમીનદોસ્ત થઈ ગઈ હતી.

માલસામાન વહન કરતી ઘણી ટ્રકો જમીનદોસ્ત થઈ ગઈ હતી
મીડિયા અહેવાલો અનુસાર, અફઘાનિસ્તાન સરહદ નજીક ખૈબર પખ્તુનખ્વાના ખૈબર પાસમાંથી પસાર થતા મુખ્ય માર્ગ પર મંગળવારે વહેલી સવારે ભૂસ્ખલન થયું હતું, જેમાં માલસામાન લઈ જતી અનેક ટ્રકો દટાઈ ગઈ હતી. બચાવ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂસ્ખલનમાં બે અફઘાન નાગરિકોના મોત થયા છે અને અધિકારીઓ તેમના મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે.

મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે
ખૈબર જિલ્લાના ડેપ્યુટી કમિશનર અબ્દુલ નાસિર ખાનને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે, “ભૂસ્ખલનમાં બે અફઘાન નાગરિકોના મોત થયા છે અને અધિકારીઓ તેમના મૃતદેહોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઓછામાં ઓછા આઠ લોકો ઘાયલ થયા છે અને તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.” ” અન્ય અધિકારીઓએ જણાવ્યું કે ભૂસ્ખલનનો કાટમાળ ઘણો મોટો હતો અને બચાવ કામગીરીમાં ભારે મશીનરીની મદદ લેવામાં આવી રહી છે.

ભૂસ્ખલન બાદ લાગી આગ
આ ઘટના Pakistan ને અફઘાનિસ્તાન સાથે જોડતા મુખ્ય માર્ગ પર બની હતી. દરમિયાન, અધિકારીઓએ એ પણ માહિતી આપી હતી કે ભૂસ્ખલન પછી તરત જ આગ ફાટી નીકળી હતી, કારણ કે ટ્રક ડ્રાઇવરો ગેસ સ્ટવ પર સેહરી માટે ભોજન રાંધી રહ્યા હતા. આગ હવે કાબુમાં આવી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *