83 boxes of liquor were seized from Valsad: વલસાડ જિલ્લા એલસીબી પોલીસે ફરી એક વખત સંઘપ્રદેશ દમણમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા વિદેશી દારૂ ભરેલો એક ટેમ્પો ઝડપી( 83 boxes of liquor were seized from Valsad ) પાડ્યો છે. આ વખતે એલસીબીએ બુટલેગરોની એક અજીબ તરકીબને પકડી પાડીને ટેમ્પોમાંથી પાંચ લાખના વિદેશી દારૂ સાથે એક આરોપી ધરપકડ કરવામાં આવી છે. દારૂની હેરાફેરી માટે આ વખતે બુટલેગરોએ જે યુક્તિ વાપરી હતી તે જાણીને પોલીસની ટીમ પણ બે ઘડી વિચારમાં પડી ગઈ હતી.
ઘાસ ભર્યાની આડમાં થતી હતી હેરાફેરી
બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસની ટીમ વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વોચમાં હતી. એ દરમિયાન પીરુ ફળિયા નજીકથી પૂર ઝડપે પસાર થઈ રહેલા એક ટેમ્પોને રોક્યો હતો.ત્યારે પોલીસને ચકમો આપવા માટે અંદર ઘાસ ભર્યું હતું. પરંતુ પોલીસને મળેલી પાક્કી બાતમીને આધારે પોલીસે ઘાસના પુડીયા હટાવી તપાસ કરતાં અંદરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.વલસાડ પોલીસ પણ બુટલેગરોથી જાણે એક કદમ આગળ હોય તેમ બૂટલેગરોની આ અજીબ તરકીબને પણ ઝડપી પાડી હતી. પોલીસે અંદાજે 5 લાખ રૂપિયાથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે
20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
ટેમ્પામાંથી ઘાસના પુડીયાની નીચે છુપાવેલો અંદાજે પાંચ લાખની કિંમતનો 83 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેને કબ્જે કરી પોલીસે મહારાષ્ટ્રના અરુણ રાવ નામના આરોપી ચાલકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્યારે પોલીસે અંદાજે પાંચ લાખના વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો મળી કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી દારૂ ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો? તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવા માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા અવારનવાર લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવે છે. છતાં દારૂના ધંધામાં મોટી કમાણી હોવાથી બુટલેગરો અવનવી તરકીબો અજમાવીને સંઘ પ્રદેશ દમણમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના પ્રયાસો કરતા રહે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube