સિઝનમાં પહેલી વખત ગુજરાતની ધરતી પર પથરાઈ વાદળની ચાદર- રાજ્યમાં કાતિલ ઠંડી સાથે ધુમ્મસભર્યું સર્જાયું વાતાવરણ, હિલ સ્ટેશન જેવો સર્જાયો માહોલ

Foggy weather with bitter cold in the state: દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો ગગડ્યો છે.આજે વહેલી સવારથી હવામાં ભેજનું…

Foggy weather with bitter cold in the state: દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો ગગડ્યો છે.આજે વહેલી સવારથી હવામાં ભેજનું પ્રમાણ વધારે નોંધાયું હતું. સાથે જ સમગ્ર શહેરમાં ભારે ધુમ્મસ ઉતરી આવ્યું હતુ.શહેર પર ધુમ્મસની ચાદર છવાઈ હોય તેમ હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો હતો. ખુશનૂમા વાતાવરણ( Foggy weather with bitter cold in the state )નો નજારો અમૂક લોકોએ મનભરીને માણ્યો હતો તો વાહનચાલકોને ધુમ્મસના કારણે અસર પહોંચી હતી. તેમજ વાહનોની લાઈટો ચાલુ રાખીને નીકળવાની ફરજ પડી હતી.

વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ રહ્યું છે
રાજ્યના દક્ષિણ ભાગમાં સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતુ. સુરત શહેરમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર ફેલાઈ હતી. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. લો વિઝિબિલિટીને કારણે વાહન વ્યવહાર ધીમો થઇ ગયો હતો. જ્યારે લો વિઝિબિલિટીના કારણે ટ્રેનની સ્પીડ પણ ધીમી કરવામાં આવી હતી. ઠંડી અને ધુમ્મસને પગલે સ્કુલવાહનો, રોજગારી માટે જતા લોકો અને હાઇ-વે પર લોકોને વાહન ચલાવવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. વાહન ચાલકોને દૂરનું જોવામાં ગાઢ ધુમ્મસ બાધારૂપ બનતા લોકો પણ સાવચેતીથી વાહનો ચલાવાતા જોવા મળ્યા હતા. ગાઢ ધુમ્મસથી લો વિઝિબિલિટીના કારણે એર વ્યવહારને પણ અસર પહોંચી છે.

શાકભાજીના પાકને નુકસાનની ભીતિને કારણે ખેડુતોમાં ચિંતા વ્યાપી
સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડી રાતથી સુરતમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયેલુ છે. સમગ્ર સુરત શહેરમાં ધુમ્મસભર્યા વાતાવરણના પગલે વાહનચાલકોને મુશ્કેલી પડી. દૂર સુધી ધુમ્મસ છવાયું વાતાવરણ રહેતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી હતી. તો મધ્ય ગુજરાતના મહીસાગર જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લામાં વહેલી સવારથી ગાઢ ધૂમમ્સ છવાયેલુ જોવા મળ્યુ. ધૂમ્મસના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી. સવારે પણ વાહન ચાલકો હેડલાઈટ ચાલુ કરી વાહન ચલાવવા મજબુર બન્યા. ધુમ્મસ એટલું ગાઢ હતુ 10 ફૂટ સામે દેખવામાં પણ તકલીફ પડતી હતી.

વાહન ચાલકો હેડલાઈટ ચાલુ કરી વાહન ચલાવવા મજબુર બન્યા
આણંદના તારાપુર સહિત ભાલ પંથકમાં પણ સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યુ વહેલી સવારથી જ ધુમ્મસના કારણે હાઈવે પર જતા વાહનો રોકવા પડ્યા હતા. વિઝિબિલિટી ઘણી જ ઘટી જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધુમ્મસને કારણે વિસ્તારમા થતાં ઘઉંના પાકને ફાયદો થશે. જો કે તમાકુ.. રાયડો જેવા પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.નવસારીનાં ગણદેવી તાલુકામાં ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસનાં કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

કંડલા અને ભુજમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું,તો કેશોદમાં 12 ડિગ્રી અને રાજકોટમાં 14 ડિગ્રી તાપમાનનો પારો પહોંચ્યો છે.તો આ તરફ ડીસામાં 12 ડિગ્રી તો ગાંધીનગરમાં 14 ડિગ્રી પારો નોંધાયો છે.તો અમરેલીમાં 16 ડિગ્રી નોંધાયો છે. ગાઢ ધુમ્મસ થતા શાકભાજી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોનાં પાકમાં ફૂગ જન્ય રોગ વધવાની શક્યતા છે.તો બીજી તરફ જૂનાગઢ શહેર અને ગિરનારમાં તાપમાનમાં ઘટાડો થયો હતો. ઠંડી વધતા ગિરનાર પર પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. ધમધમતા ગિરનારનાં રોડ સુમસામ થયા હતા.

વહેલી સવારે શહેરમાં ગાઢ ધુમ્મસ ફેલાતા વાહનચાલકોને મુશ્કેલીઓ પડી હતી. આજે સવારે વિઝીબીલીટી 800 મીટર અને દિવસ દરમ્યાન સરેરાશ 1500 મીટરની નોંધાઇ હતી. આગામી દિવસોમાં ઠંડીની સાથે ધુમ્મસ વધવાની શકયતાઓ છે. નલિયામાં બીજા દિવસે પણ ઠંડીનો પારો 9 ડિગ્રી નીચે તાપમાન રહેવા પામ્યું હતું. નલિયામાં સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 15 થી 16 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *