ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ પુરવા આવશે ખોડલધામ નરેશ પટેલ- હાર્દિકના પેટમાં તેલ રેડાશે- પીઢ પત્રકારનો ચોંકાવનારો ખુલાસો

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસ(Congress) નાનો-મોટો ગરમાવો લાવી રહી હતી. પરંતુ હવે પછીનો સમય આવી રહ્યો છે. તે કોંગ્રેસ માટે ખુબ મહત્વનો છે અને બની શકે છે કે,ગુજરાત રાજ્યમાં અન્ય પક્ષો અને પાર્ટીઓની ઊંઘ પણ હરામ કરી દેશે પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામ (Khodaldhaam) ના ચેરમેન નરેશભાઇ પટેલ(Nareshbhai Patel). અંતે તેઓ કોંગ્રેસનો ખેસ ધારણ કરવા માટે સજ્જ થઇ ગયા છે.આ દાવો અને રીપોર્ટ જાહેર કર્યો છે પીઢ પત્રકાર ડૉ હરિ દેસાઈ એ. પત્રકાર હરી દેસાઈએ શું વાત કરી છે વાંચો:

ભૂતકાળમાં નરેશભાઇ પટેલ વિશે ઘણી બધી અટકળો ચાલી રહી હતી, લોકો વિચારી રહ્યા હતા કે, નરેશ પટેલ શું કોંગ્રેસ ને રમાડી રહ્યા છે? કે તેઓ ભાજપને ગોળ ગોળ ફેરવી રહ્યા છે? કે, તેઓ માત્ર રાજકારણ રમી રહ્યા છે. તેમની આ બાબતે લોકો ખૂબ ચિંતામાં હતા.

ગુજરાત રાજ્યમાં દરેક પાર્ટી, પક્ષ, સમુદાય, સમાજ, સામાજીક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, શૈક્ષણિકસંસ્થાઓ સાથે નરેશભાઈ પટેલનો ખુબ જ જુનો નાતો તથા ઘેરાબો રહ્યો છે. ખોડલધામના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ આજુબાજુ ઘણા મોટા નેતાઓ અને ધાર્મિક સંસ્થાઓના વડાઓ હંમેશા જોવા મળે છે.

પ્રદેશ કોંગ્રેસના પ્ર્રમુખ જગદીશભાઈ ઠાકોર હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખસી.આર.પાટીલ હોય કે પછી આમ આદમી પાર્ટી ગુજરાતના મોટા નેતાઓ હોય સૌકોઈ આજે ખોડલધામ અને નરેશભાઈ પટેલ સાથે બંધબારણે બેઠકો કરતા આવ્યા છે. નરેશભાઈ પટેલ સર્વસમાજના નેતા હોવાના કારણે સૌ કોઈ લોકોમાં પ્રિય બન્યા છે,અને માનીતા નેતા બન્યા છે.

આજે જ્યારે ગુજરાત રાજ્યમાં તમામ પક્ષ,તમામ પાર્ટી નરેશભાઇ પટેલને પોતાના પક્ષમાં જોડવા માટે પોતાના પક્ષમાં લાવવા માટે રાહ જોઈ રહ્યા હોય છે, તલપાપડ હોય છે.ત્યાં સુધી કે, ભારતીય જનતા પાર્ટી પણ નરેશભાઇ પટેલને પોતાની સાથે પોતાની પાર્ટીમાં લાવવા માટે ખુબ જ આતુર છે.ત્યારે આવા સંજોગોમાં નરેશભાઈ પટેલ કોંગ્રેસમાં જોડાય તો શું થાય? છેલ્લા દિવસોમાં ગુજરાતમાં ખૂબ જ અટકળો વહેતી થઇ છે.

બીજી તરફ આજે જ્યારે દેશની નજર ઉત્તર પ્રદેશના ચૂંટણીના પરિણામ પર રહી છે,એક વાત તો નક્કી છે.ઉત્તર પ્રદેશના પરિણામ ઉપર ગુજરાતની ચૂંટણીના પરિણામનો મદાર પણ રહેલો છે. દેશના લોકોની નજર હાલ ઉત્તર પ્રદેશના પરિણામ પર છે.

ગુજરાત ની વાત કરીએ તો,જ્યારે છેલ્લા ૨૭-૨૭ વર્ષથી જ્યારે ભાજપનું ગુજરાત પર વર્ચસ્વ છે, શાસન છે, ત્યારે જો ભાજપને કોઈ મજબૂત પડકાર આપી શકે અને જીતી શકે અને કોંગ્રેસને ફરી બેઠી કરી ને સરકારમાં,સત્તામાં લાવી શકે એવા કોઈ ચેહરો હોય તો તે માત્ર અને માત્ર નરેશ પટેલ છે.

ગત વિધાનસભાની ચૂંટણી 2017 માં કોંગ્રેસ જ્યારે માત્ર ગણીગાંઠી સીટોના કારણે સત્તામાં આવવા થી રહી ગઈ.એ પણ માત્ર અને માત્ર આંતરિક જૂથવાદ અને ટિકિટ વેચાણ ના મુદ્દે આજે,કોંગ્રેસ આ વિકટ પરિસ્થતિ નો સામનો કરી રહ્યું છે. પરંતુ ગુજરાત કોંગ્રેસ ની આ દશા પાછળ કોનો કોનો હાથ હતો? કોણ શું રમત રમી ગ્યું હતું?તેનાથી કોંગ્રેસ નો હાઇ કમાંડ હવે વાકેફ થઈ ગયો છે.  ત્યારે કેહવાનું મન થાય કે,  “”કોંગ્રેસ ઇઝ ડાઉન નોટ આઉટ””

હવે કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશના નેતાઓ પણ જાણી ચૂક્યા છે કે, જો નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો એમની વિશ્વસનીયતાને પગલે ઘણા બધા ભાજપ તરફી વિચારધારાવાળા અને ઘણા ભાજપી નેતાઓ ખુલીને કોંગ્રેસ તરફ વળશે અને કોંગ્રેસ ને સપોર્ટ કરશે એવું માની રહ્યા છે.કોંગ્રેસ હાઈકમાન્ડ તેમજ રાહુલ ગાંધી સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી સહિતના સૌ કોઈ નેતાઓ આજે લાલ જાજમ પાથરીને ખોડલધામ ના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલનું કોંગ્રેસમાં ભવ્યથી ભવ્ય સ્વાગત કરવા માટે ખુબ જ આતુર છે.

બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, નરેશ પટેલના કોંગ્રેસમાં આવવાના કારણે કોંગ્રેસના જ પાટીદાર નેતા હાર્દિક પટેલના પેટમાં તેલ રેડાયું છે. હકીકત કંઈક આવી છે કે, કોંગ્રેસના નેતા નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવું ઇચ્છી રહ્યાં નથી. તેનાથી તેઓને પોતાની રાજકીય કારકિર્દીમાં પણ પછડાટ આવશે તેવું લાગી રહ્યું છે. તેથી કરીને તેઓ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી અફવાનું બજાર પણ ખૂબ જ ગરમ રાખવાની કોશિશ કરી રહ્યા છે. અંદરોઅંદર લડવા થી ફક્ત અને ફક્ત સમાજની અધોગતિ નુકસાન તો પોતાના પક્ષ પાર્ટી અને સમાજને થવાનું છે જે વાત હાર્દિક પટેલ સમજવા તૈયાર નથી.

આમ તો પટેલોને ખતમ કરવામાં ભાજપે કશું જ બાકી રાખ્યું નથી.જ્યારે નીતિન પટેલ મુખ્યમંત્રી પદના દાવેદાર હતા,લાયક હતા અને ત્યાં સુધી કે તેમના સમર્થકોએ એમના સીએમ બનવાની ખુશીમાં ફટાકડા ફોડી નાખ્યા હતા. મીઠાઈ પણ વહેંચી દીધી હતી, ત્યારે અચાનક જ ભાજપ હાઈકમાન્ડ દ્વારા શ્રી વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશમાં પણ સોપો પડી ગયો હતો. આમ આવી રીતે ભાજપને પટેલોની લીડરશીપ ખતમ કરવાની ઘણીવાર કોશિશ કરી છે. તેવી જ રીતે હાર્દિક પટેલે ઘણીવાર નરેશ પટેલ સામે સવાલો ઉઠાવ્યા છે. એવું કહી શકાય છે કે,જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે આજ હાર્દિકભાઈ પટેલ વારંવાર ખોડલધામ અને નરેશભાઈ પટેલની મુલાકાત લેતા હતા અને જરૂરી સહયોગ પણ નરેશભાઇ પટેલે અનેક વાર કર્યો છે.

કોંગ્રેસમાં જ રહીને કોંગ્રેસને જ ખતમ કરવા વાળા અને જૂથવાદને પ્રોત્સાહન આપતા કાર્યકર્તાઓને વહેલી તકે રજા આપવી જરૂરી છે. એવું કહેવાય રહ્યું છે કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા બાબતે આગામી દિવસોમાં જાહેરાત કરશે અને સત્તાવાર રીતે આવનારા દિવસોમાં કોંગ્રેસમાં જોડાશે નરેશભાઈ આ વખતે સંકલ્પ બદ્ધ છે. કોંગ્રેસમાં જોડાવા માટે.

જો નરેશ પટેલ અને ગુજરાત કોંગ્રેસ ના મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે જાહેર કરવામાં આવે,તો કોંગ્રેસને જીતવાની શક્યતા ખૂબ જ વધી જાય છે.અને કોંગ્રેસ માટે ગુજરાત જીતવું સરળ બનશે.નરેશ પટેલ મુખ્યમંત્રી બનશે ગુજરાતના તો સો ટકા ગુજરાતમાં પરિવર્તન આવશે ગુજરાત બદલાશે ખેડૂતોના દિવસો બદલાશે,વિદ્યાર્થીઓના દિવસો બદલાશે,અને સાથે સાથે કોંગ્રેસના પણ દિવસો બદલાશે છેલ્લે એવું કહી શકાય કે નરેશ પટેલ કોંગ્રેસના તારણહાર બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *