ગુજરાત(Gujarat)ની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની જનતા જેની રાહ જોતી હતી. તે આતુરતાનો અંત આવ્યો છે. ભાજપની કોર કમિટીની બેઠક પૂર્ણ થઇ ચુકી છે. ત્યારે હવે આજે રાજ્યની કમાન નવા મુખ્યમંત્રી(CM) ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) હાથમાં સોંપવામાં આવી છે. એટલે કે હવે રાજ્યની કમાન નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સંભાળશે. ભુપેન્દ્ર પટેલ હાલમાં ઘાટલોડીયાના ધારાસભ્ય છે.
આ અંગે ધારાસભ્ય દળની બપોરે બેઠક શરૂ થઈ ગઈ હતી. જે માટે ધારાસભ્યોને 2 વાગ્યે કમલમમાં હાજર રહેવાની સૂચના આપી દેવાઈ હતી. મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યા હતા. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા હતા.
તેમની સાથે વિજય રૂપાણી, નીતિન પટેલ તેમજ સીઆર પાટીલ કમલમ્ પહોંચ્યા હતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ધારાસભ્ય દળની આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. હાલમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ કમલમ પહોચ્યા હતા.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, સૌરભ પટેલ કમલમ પહોંચ્યાં હતા. ત્યારે કોર કમિટીની બેઠક મળી હતી અને તેમાં ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતના રાજકારણને લઈને કોર કમિટીની બેઠકમાં મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યની આગામી મુખ્યમંત્રી પદની કમાન ભુપેન્દ્ર પટેલ સંભાળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.