ગુજરાતમાં કોરોનાએ માર્યો ઉથલો- આ બે મોટા શહેરમાં દૂબઈ અને ચીનથી આવેલ પરિવારનો રિપોર્ટ પોઝિટિવ

ગુજરાત(Gujarat): કોરોના(Corona)ની નવી લહેરના ભણકારા વચ્ચે રાજ્યના મોટા ભાગનાં શહેરોમાં હવે કોરોનાનો ધીમે ધીમે પગપેસારો થઇ રહ્યો છે. જાણીએ છીએ કે, કોરોનાના નવા વેરિયન્ટે ગુજરાતમાં…

ગુજરાત(Gujarat): કોરોના(Corona)ની નવી લહેરના ભણકારા વચ્ચે રાજ્યના મોટા ભાગનાં શહેરોમાં હવે કોરોનાનો ધીમે ધીમે પગપેસારો થઇ રહ્યો છે. જાણીએ છીએ કે, કોરોનાના નવા વેરિયન્ટે ગુજરાતમાં પણ પ્રવેશ કરી લીધો છે. પાંચ દિવસ અગાઉ ભાવનગર(Bhavnagar)નો ચીનથી ભાવનગર આવેલા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ(Corona report positive) આવ્યો હતો. ત્યારે ચીનથી ભાવનગર પાછા આવેલ પિતા પુત્રી બાદ માતા પણ પોઝિટિવ નીકળ્યા છે.

મહત્વનું છે કે, શહેરના સુભાસનગર રહેતો પરિવાર ચીનથી પરત ફરતા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પિતા પુત્રી અને માતા સહિત ત્રણ લોકોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી પિતા અને પુત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે રૂટિન ચેકીંગ દરમિયાન ફરી ટેસ્ટ કરવામાં આવતા માતાનો રિપોર્ટ પણ પોઝિટિવ સામે આવ્યો છે. પિતા પુત્રીના રિપોર્ટ પછી માતાનો રિપોર્ટ પણ વધુ તપાસ માટે મોકલવામાં આવ્યો છે.

જો વાત કરવામાં આવે તો ઓમિક્રોનના સબ વેરિયન્ટ BF 7એ ચીન, જાપાન, અમેરિકા સહિતના દેશોમાં ફરી હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં એક પછી એક નવા કોરોનાના વેરિયન્ટના કેસ સામે આવી રહ્યાં છે. પહેલો કેસ વડોદરા, બીજો કેસ અમદાવાદમાં સામે આવ્યો હતો. ત્યાર બાદ ભાવનગર શહેરમાંથી પણ કેસ સામે આવી રહ્યા છે. હાલ તમામમાં લક્ષણો દેખાતા BF.7 ની જિનોમ સિકવન્સ માટે રિપોર્ટ ગાંધીનગર મોકલી દેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, કોરોનાને લઈ ભારત સરકાર પણ એલર્ટ થઇ ચુકી છે અને દેશભરની સરકારી હોસ્પિટલોમાં મોકડ્રિલ કરવામાં આવી હતી. આ દરમિયાન સુરત શહેરમાં દુબઇની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા રાંદેરના એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. મ્યુનિસિપલ સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, રાંદેર ઝોનમાં રહેતો અને છેલ્લા 30 દિવસથી ધંધા માટે દુબઈ ગયેલા 25 વર્ષીય યુવાન સુરત એરપોર્ટ પર ઉતર્યો ત્યારે રેન્ડમ ચેકીંગમાં આ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહત્વનું છે કે, સરકારની ગાઈડ લાઈન પ્રમાણે જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર ખાતે મોકલી દેવામાં આવ્યો છે. રાંદેર ઝોનમાં રહેતા આ દર્દીને હાલમાં કોવિડના કોઈ પ્રકારના લક્ષણો દેખાતા નથી. આ વ્યક્તિએ કોવિડ-19 રસીના બે ડોઝ લીધા છે. હાલ કોઇ લક્ષણો ન હોવાથી હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *