બાઈક અને ટ્રેક્ટર વચ્ચેની ભયંકર અથડામણમાં પોલીસ કર્મચારીનું કરુણ મોત, ગાર્ડ ઓફ ઓનર આપી પુષ્પાંજલિ અર્પણ કરી

અકસ્માત (Accident)ની ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે. જેમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાઈક અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેને પગલે ગોધરા (Godhra)ના એ ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ બેડમાં માતમ છવાઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર, શૈલેષભાઈ ભીમાભાઇ પગી ગોધરા એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા એ અકસ્માતની ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. તેઓ પંચમહાલ જિલ્લા ખાતે આવેલા પશુ દવાખાનાની પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન હાલોલ-શામળાજી હાઇવે માર્ગ પર બાઈક અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેને પગલે શૈલેષભાઈ બાઈક પરથી ફંગોળાઈને રોડ પર નીચે પડ્યા હતા.

અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. ત્યારે આ અકસ્માતમાં તેમના પગના ભાગે એને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત થયેલા શૈલેષભાઈને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર ઇજા પહોંચવાના કારણે તેમનું કરુણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. સાથે જ પોલીસ બેડમાં ચકચાર મચી જવા પામી હતી.

ઘટનાને પગલે ગોધરાના ડીવાયએસપી સહિત અન્ય પોલીસ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. ત્યારે આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને શૈલેષભાઈને સન્માન સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શૈલેષભાઈની અંતિમ વિદાય વખતે આખું ગામ હિબકે ચડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *