સતત વધતા કોરોના કેસને લઈને ગુજરાત સરકારે બહાર પાડી નવી ગાઈડલાઈન- ફરીજીયાત થયા આ નિયમ

ગુજરાત(Gujarat): રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસ(Corona case)ને કારણે હવે લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસમાં સતત વધારો થવાને કારણે નવી ગાઈડલાઈન(corona new guidelines) બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકારે ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસને કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરો(International passengers) માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

વાત કરવામાં આવે તો નવી ગાઈડલાઈન અનુસાર, ચીન, સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઈલેન્ડ અને જાપાન થી આવનાર મુસાફરો માટે નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. આ ગાઈડલાઈન અનુસાર આ દેશોમાંથી આવનાર મુસાફરો માટે આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી છે. બહારથી આવતા મુસાફરોએ નેગેટિવ રિપોર્ટને એરપોર્ટ પર જ સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. ગુજરાત સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સુરત અને અમદાવાદ એરપોર્ટ પર આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 381 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે આ સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટિંગ માટેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે મુજબ છ દેશમાંથી ગુજરાતમાં આવતા પ્રવાસીઓ માટે આરટીપીસીઆર બતાવો ફરજિયાત કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસ ધીમે ધીમે વધી રહ્યો છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા પણ સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 381 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાને કારણે એક દર્દીનું મોત થયું છે. જ્યારે સૌથી વધુ કેસ અમદાવાદમાં 123 નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *