કોરોના બાદ હવે રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. આ રોગ સુરત, મોરબી અને બીજા અનેક શહેરમાં મ્યુકોરમાઈકોસિસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તેમની સાથે મ્યુકોરમાઈકોસિસને લીધે મોતના આકડામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે હાલમાં વડોદરામાં પણ મ્યુકોરમાઈકોસિસના કેસો સામે આવ્યા છે.
વડોદરા શહેરમાં છેલ્લા 50 દિવસની અંદર મ્યુકોરમાઈકોસિસ બીમારીના 100 જેટલા કેસો નોંધાયા છે. મ્યુકોરમાઈકોસિસના કારણે વડોદરા શહેરમાં અત્યાર સુધી 20 દર્દીઓના મોત થઈ ચુક્યા છે. ડાયાબીટીસના દર્દી માટે અને સ્ટીરોઈડના વધુ પડતા ઉપયોગને કારણે મ્યુકોરમાઈકોસિસ વધુ જોખમી સાબિત થઈ શકે છે. આ મ્યુકોરમાઈકોસિસ રોગ એ લાંબાગાળાનું કોર્ટિકોસ્ટેરોઈડ, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટસ ન્યૂટ્રોપેનિયા, એચ.આઈ.વી, કેન્સર, ડાયાબિટિસ, કીડનીની તકલીફ અને ઇમ્યુનીટી ઓછી હોવાથી 40 વર્ષથી વધુ વયના લોકોમાં આ રોગ ફેલાઈ રહ્યો છે.
કોરોનાથી સાજા થયા બાદ પણ કેટલાય લોકો આ મ્યુકોરમાઇકોસીસ બીમારીનો ભોગ બની રહ્યા છે. આ મ્યુકોરમાઇકોસીસ બીમારીના લક્ષણોમાં રસી પડવી, દર્દીને શરદી થવી, થોડા સમય પછી નાક બંધ થવું અને અઠવાડિયા પછી નાકમાં ગાંઠ થઈ હોય તેવો અહેસાસ થાય છે. દર્દી ઈલાજ માટે આવે છે ત્યારે તેમના નાકમાં ગાંઠ જોવા મળે છે. જેથી સીટી સ્કેન કરવું પડે છે. આ રોગ કઈ રીતે ફેલાઈ છે તે જાણવા માટે રીપોર્ટ કરાવવો જરૂરી છે. મ્યુકોરમાઇકોસીસ રોગના દર્દીના શરીરના અંગમાં કેન્સર કરતા પણ વધુ ઝડપે ફેલાય છે.
મ્યુકોરમાઇકોસીસ રોગના લક્ષણો:
ચહેરાના એક ભાગમાં સોજો આવવો.
માથાનો દુખાવો થવો.
સાઈનસ(નાકની આજુબાજુનો ભાગ) જામ થઈ જવું.
નાક ઉપર કે અંદર કાળા ચાઠાં પડવા.
છાતીમાં દુખાવો થવો.
ઉલટી થવી.
કફ થવો.
પેટમાં દુખાવો થવો
ઉપલા જડબામાં દુખવું
ઉપલા જડબાના દાંત એકદમ ઢીલા પડી જવા
આંખ-ગાલની આજુબાજુના ભાગમાં દર્દ થવું
શું છે મ્યુકોરમાઇકોસીસ બીમારી?
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, મ્યુકોરમાઇકોસીસ એક ફંગલ ઇન્ફેક્શન છે જે હવામાં રહેલા તેના બેક્ટેરિયા થી ફેલાય છે મેડિકલ ભાષામાં સાઈનસ કહેવામાં આવે છે ત્યાંથી આની શરૂઆત થાય છે અને જોત જોતામાં આ ફંગલ દર્દી માટે એટલુ ઘતાક સાબિત થાય છે કે તેની આંખ નિકાળી દેવી પડે છે, આટલુ જ નહિં આ ફંગલ ધીમે ધીમે મગજ સુધી પહોચે છે અને પછી તરત માણસને ખતમ કરી છે. તેમજ જડબા નું હાડકું પણ નીકળવું પડે છે. આ બીમારી માણસનું ૫૦% મગજ પણ ખરાબ કરી શકે છે.
ડોક્ટરના કહેવા પ્રમાણે, મ્યુકોરમાઇકોસીસની એક માત્ર ઈન્જેકશન છે જે એમફોટોરીશીન બી છે અને આ ઈનજેકશન સળંગ ૪૨ દિવસ લેવા પડે છે જેની કિંમત પણ એક ઈનજેકશનના ૧૫થી લઈ ૧૮ હજાર રૂપિયા છે. અને આ રોગ કોરોના ના દર્દીમાં લાગે તો ૧૦ દિવસમાં જ તેનું મોત થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.