હજુ તો કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાંથી અટક્યો નથી ત્યાં તો હવે નવો વાઈરસ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, હવે કોંગોમાં એક નવા વાયરસે દસ્તક દીધી છે. આ વાયરસને ઈબોલા વાયરસના નામે ઓળખવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, સ્થાનિક સત્તાવાળાઓ તેમજ વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા પણ આની પુષ્ટિ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કોંગો ઇબોલાના છ નવા કેસ નોંધાયા છે, તેમાંથી 5 લોકોના મોત નીપજ્યાં છે.
કોંગોના આરોગ્ય અધિકારી ઇટેની લોંગોન્ડોએ સોમવારે જણાવ્યું હતું કે, પશ્ચિમના શહેર માબંડકામાં ઇબોલા વાયરસના છ નવા કેસ નોંધાયા છે. આમાંના 5 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. તેમણે કહ્યું છે કે, અસરગ્રસ્ત વિસ્તારમાં ડોકટરો અને દવાઓ મોકલવામાં આવી છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો એપ્રિલમાં ઇબોલા રોગચાળાના અંતની જાહેરાત કરી રહ્યો હતો કે નવા કેસો સામે આવ્યા હતા. ડીઆરસી ઇબોલા ઉપરાંત ઓરી અને કોરોના રોગચાળાઓ સામે પણ ઝઝૂમી રહી છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2018 પછી આ બીજી વખત છે, જ્યારે કોંગોમાં ઇબોલા વાયરસના નવા કેસો સામે આવ્યા છે.
ઈબોલાથી 2275થી વધુ લોકોના મોત
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસે કહ્યું કે, કોંગોના આરોગ્ય મંત્રાલયે ઇબોલા વાયરસના કેસો વિશે માહિતી આપી છે. જો કે, શહેરમાં જ્યાં ઇબોલા વાયરસના કેસો નોંધાયા છે, ત્યાં સુધી કોરોના વાયરસનો કોઈ કેસ નોંધાયો નથી. જો કે, કોંગોમાં અત્યાર સુધીમાં લગભગ 3000 કોરોના કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે કોરોના અને ઇબોલાનો કોઈ જ સંબંધ નથી. ફક્ત 1 મહિના પહેલાં જ કાંગોએ દેશમાં ઈબોલાના કે ન હોવાની અને મહામારી પર કાબૂ મેળવી લેવાની જાહેરાત કરી હતી. છેલ્લા 2 વર્ષમાં અહીં ઈબોલાથી 2275થી વધુ લોકોના મોત થયા છે.
ડબ્લ્યુએચઓ મુજબ, કોંગો અને ઘણા આફ્રિકન દેશોમાં પરીક્ષણ કિટ અને અન્ય આરોગ્ય સુવિધાઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં, ચેપના કેસોમાં અચાનક વધારો અહીં નોંધાઈ શકે છે. કાંગોમાં ઓરીનો પ્રકોપ પણ ફાટી નીકળ્યો છે અને જાન્યુઆરી 2019 થી 3,50,000 લોકોને અસર થઈ છે, જ્યારે 6500 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. કોંગો એ તે આફ્રિકન દેશોમાંનો એક પણ છે જ્યાં તીડનો કહેર પણ વર્તાયો છે.
ઇબોલા વાઈરસ ના લક્ષણો:
ઇબોલા એ આફ્રિકાના ઉષ્ણકટિબંધીય વરસાદી ક્ષેત્રમાં પ્રાદેશિક રોગ છે, જે ચેપગ્રસ્ત વ્યક્તિ જ્યારે શરીરમાંથી બહાર નીકળેલા પ્રવાહીના સંપર્કમાં આવે છે ત્યારે ફેલાય છે. લક્ષણોમાં અચાનક તાવ, નબળાઇ, માંસપેશીઓમાં દુખાવો અને ગળાના દુ:ખાવાનો સમાવેશ થાય છે. આ પછી ઉલટી,ઝાડા અને કેટલાક કેસોમાં આંતરિક અને બાહ્ય રક્તસ્રાવ થાય છે. વધારે રક્તસ્રાવ થવાથી મૃત્યુનું જોખમ રહેલું છે. માનવોમાં, તે ચિંપાંજીસ, બેટ અને હરણ જેવા ચેપગ્રસ્ત પ્રાણીઓ સાથે સીધા સંપર્ક દ્વારા ફેલાય છે. ચેપી વ્યક્તિના કપડા, થૂક, લાળ વગેરેથી આ બિમારી ઝડપથી ફેલાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news