થોડા સમય પહેલા જ PUBGના ચાહકો માટે ખુશીના સમાચાર આવ્યા હતા. PUBGને ભારતમાં Battlegrounds Mobile India દ્વારા ટૂંક જ સમયમાં લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. હાલમાં મળતી માહિતી અનુસાર PUBGની લોન્ચિંગ પર કાળા વાદળો ઘેરાય રહ્યા છે.
ભારતમાં PUBG લોન્ચ નથી થઇ તે પહેલા જ બેન કરવાની માંગ ઉઠી છે. આ માંગ અરુણાચલ પ્રદેશના MLA નિનોંગ એરિંગ (Ninong Ering) દ્વારા કરવામાં આવી છે. તે પહેલા રાજ્યસભા સાંસદ અભિષેક મનુ સંઘવીએ પણ Battlegrounds Mobile India પર બેન કરવાની માંગ કરી હતી.
અરુણાચલ પ્રદેશના MLA નિનોંગ એરિંગએ વડાપ્રધાન મોદીને પત્ર લખી આ ગેમ બેન કરવાની માંગ કરી હતી. આ પત્રમાં લખતા MLA નિનોંગ એરિંગએ જણાવ્યું છે કે, “આ ગેમનું નવું અપડેટએ PUBG Mobileની જૂની એક બ્રાન્ડ જ છે. જેને ગયા વર્ષે બેન કરવામાં આવી હતી. જેને લીધે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ગેમ પર બેન લાગવો જોયે.”
Requested @PMOIndia @narendramodi ji to not allow Chinese deception #BattlegroundsMobileIndia. It is a big threat to security of India & privacy of our citizens and a way to circumvent & disregard our laws.@AmitShah #IndiaBanBattlegrounds #NationFirst #AatmaNirbharBharat @ANI pic.twitter.com/H8nzUJ4aRk
— Ninong Ering (@ninong_erring) May 22, 2021
MLA નિનોંગ એરિંગના જણાવ્યા અનુસાર, “PUBG લાખો વપરાશકર્તાઓનો ડેટા પોતાની પાસે એકત્રિત કરશે. તેમાં બાળકનો ડેટા પણ મૌજુદ હશે. આ ડેટા વિદેશી કંપની અને ચીની સરકારને મોકલવામાં આવશે. ટેન્સન્ટ અને ક્રાફ્ટન ભારતીય કાયદાની વિરુદ્ધ જઈ નવા નામ હેઠળ આ PUBG ગેમ લોન્ચ કરવા જઈ રહ્યા છે.”
IGNએ આ પત્ર ટ્વિટર દ્વારા પોસ્ટ કર્યો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના નેતા અને બંગાળના રાજ્યસભાના સાંસદ એવા અભિષેક મનુ સિંઘવીએ પણ ગેમ પર પ્રતિબંધ લગાવવા અંગે પહેલા માંગ કરવામાં આવી હતી. મનુ સિંઘવીએ કહ્યું છે કે સરકાર કોરોના રોગચાળા સામે લડવાની જગ્યાએ PUBGને મંજૂરી આપીને યુવાનોનું ધ્યાન હટાવવા માંગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.