હાલમાં એક ખુબ જ ચોકાવનારો મામલો સામે આવ્યો છે. મળેલી માહિતી અનુસાર ફરિદાબાદ પોલીસ લાઇનમાં (Faridabad Police Line) રહેઠાણ નંબર 60માં હેડ કોન્સ્ટેબલ(Head Constable) સરોજ સાથે રહેતો તેનો 14 વર્ષનો પુત્ર જ્યારે ટ્યુશન(Tuition) થી ઘરે પાછો આવ્યો ત્યારે બેલ વાગી પરંતુ દરવાજો ખૂલ્યો નહોતો. તેથી તેણે માતા-પિતા ઊંઘી ગયા હશે તેવું વિચારી તે પાડોશના ઘરે જઈને સૂઈ ગયો હતો. તેને સવારે પરીક્ષા આપવા જવાનું હતું. પરંતુ તેને ખબર નહોતી કે આવનારી સવારે તેના માતાપિતાને હંમેશા માટે તેનાથી છીનવાઈ જશે. સવારે બનેલી ઘટના જોઈને નિર્દોષ દેવ એટલો સ્તબ્ધ થઈ ગયો કે તેની આંખમાંથી આંસુ પણ નીકળી શક્યા નહીં.
મળેલી માહિતી મુજબ દેવ ધોરણ 9માં અભ્યાસ કરે છે. બુધવારે તેની પરીક્ષા હતી, તેથી મંગળવારે સાંજે ઘરેથી થોડા અંતરે ટ્યુશન ભણવા ગયો હતો. પરીક્ષાની તૈયારીને કારણે ટ્યુશનમાં થોડું મોડું થઈ ગયું હતું. ટ્યુશનથી રાત્રે દસ વાગ્યા પછી દેવ ઘરે પાછો આવ્યો ત્યારે ઘરનો દરવાજો બંધ હતો. બે-ત્રણ વાર બેલ વગાડ્યા પછી પણ દરવાજો ન ખૂલ્યો ત્યારે દેવે વિચાર્યું કે માતા-પિતા ઊંઘી ગયા હશે. જેથી દેવ પાડોશમાં રહેતા પોલીસકર્મીના ઘરે જઈને સૂઈ ગયો હતો.
સેક્ટર 31 પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ બળવંત સિંહના જણાવ્યા અનુસાર, જ્યારે હેડ કોન્સ્ટેબલ સરોજનો પુત્ર દેવ મંગળવારે રાત્રે લગભગ 10 વાગ્યે ટ્યુશનમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તેના પિતા ધર્મેન્દ્રએ ફોન કરીને તેની સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે દીકરા આરામથી અભ્યાસ કરીને આવજે. કોઈ જ ઉતાવળ નથી.
જાણવા મળ્યું છે કે, ધર્મેન્દ્ર પોતાની કાર ટેક્સી તરીકે ચલાવતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે હેડ કોન્સ્ટેબલ સરોજે સુરક્ષિત નોકરી શોધવા માટે ધર્મેન્દ્ર સાથે ઘણી વખત વાત કરી હતી. આ અંગે પણ તર્ક વિતર્ક પણ થયો હતો. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મંગળવારે પણ બંને વચ્ચે કંઈક આવું જ બન્યું હશે. મૃતક સરોજના ગળા પર નિશાન જોવા મળ્યા હતા અને તેનું મોઢું ટેપથી બંધ હતું.
સાથી કર્મચારીઓ માની શકતા નથી, કે દરરોજ તેમની સાથે કામ કરતી સરોજ તેમને કાયમ માટે છોડી ગઈ છે. સરોજના મૃતદેહને જોવા તેઓ વારંવાર શબઘરમાં જતા અને પાછા ફરતા. તેણે કહ્યું કે હંમેશા ખુશ મિજાજમાં રહેતી સરોજ બધા સાથીઓ સાથે ભળી જતી. NAT મહિલા સ્ટેશન ઈન્ચાર્જ માયાએ જણાવ્યું કે સરોજને જે પણ કામ સોંપવામાં આવતું તે ગંભીરતાથી કરતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.