હાલ નડિયાદમાંથી એક પ્રેરણારૂપ કિસ્સો સામે આવ્યો છે જેમાં કપડવંજ નગરપાલિકામાં સાફસફાઈ કરતાં દંપતિના ઘરનાં આંગણે એક બાજુ પોતાની દિકરીના લગ્નની શરણાઈઓ વાગતી હતી અને બીજી બાજુ આ દંપતિએ નગરની કોવિડવોર્ડની સાફસફાઈ કરી ફરજનિષ્ઠા અદા કરી છે.
જાણવા મળ્યું છે કે, કપડવંજ નગર સેવા સદનના સેનેટરી વિભાગમાં ફરજ બજાવી રહેલ પ્રકાશ કનુભાઈ સોલંકી અને તેમની પત્ની ભગવતી સોલંકીએ મહામારીમાં પણ પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠા દાખવી છે. ગઈકાલે તેમની દીકરી દામિનીના લગ્ન હતા. એક બાજુ જાન પણ માંડવે આવી પહોંચી હતી તો બીજી બાજુ આવી કટોકટી મહામારીમાં આ દંપતીએ માનવતા ભર્યો અભિગમ દાખવ્યો છે.
હાલમાં એક બાજુ જ્યારે લોકો કોરોના નામથી ડરી જઈને દૂર ભાગતા હોય તેવા કપરા સંજોગોમાં કોરોનાને મહાત આપવા માટે જ્યારે આવા લોકો સક્રિય હોય ત્યારે દર્દીઓ તેમના કુટુંબીજનો તથા સમગ્ર પ્રજાજનો રાહતની લાગણી અનુભવે તે સ્વાભાવિક છે. આવા ફરજ નિષ્ઠા ધરાવતા કોરોના યોદ્ધાઓને લોકો દ્વારા લાખ લાખ સલામ આપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, પ્રકાશ અને તેમની પત્ની દ્વારા પોતાની ફરજનિષ્ઠાને સમય પ્રમાણે કોને મહત્વ આપવું તે નક્કી કરી તે દિવસે સવારે નગરની જે.બી મહેતા હોસ્પિટલ સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્રના કોવિડના દર્દીઓને દાખલ કરેલા વોર્ડમાં સાફ સફાઈ કરવામાં આવી હતી. આમ ફરજ ઉપર હાજર રહીને કોરોના યોદ્ધાઓ તરીકે આ દંપતીએ નામ રોશન કર્યું છે.
કપડવંજ નગર સેવાસદનના તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રના સત્તાધીશો દ્વારા આ દંપતીને અભિનંદન પાઠવી લગ્નગ્રંથિથી જોડાનાર યુગલને શુભ આશિષ પાઠવવામાં આવ્યા છે. આ દંપતીએ જીવનમાં સ્વચ્છતાનું કેટલું મહત્ત્વ છે અને ફરજ પ્રત્યે સભાનતા દાખવી સમાજને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.