અમિત શાહના છેલ્લા 8 મહિનાના કાર્યકાળમાં દિલ્હી પોલીસની અત્યંત દયનીય સ્થિતિ

ગૃહમંત્રી અમિત શાહના છેલ્લા આઠ મહિનાના કાર્યકાળમાં દિલ્હી પોલીસની ચાર વખત મજાક બની ચૂકી છે. જાન્યુઆરી મહિનામાં ત્રણ વખત દિલ્હી પોલીસની કાર્યશૈલી પર પ્રશ્નો ઉભા…

ગૃહમંત્રી અમિત શાહના છેલ્લા આઠ મહિનાના કાર્યકાળમાં દિલ્હી પોલીસની ચાર વખત મજાક બની ચૂકી છે. જાન્યુઆરી મહિનામાં ત્રણ વખત દિલ્હી પોલીસની કાર્યશૈલી પર પ્રશ્નો ઉભા થયા છે. જામિયા વિસ્તારમાં ગુરુવારે થયેલ ફાયરિંગ દરમિયાન પોલીસ જે રીતે દર્શક બનીને ઊભી હતી તેના પરથી સવાલ ઉભા થઇ છે. વિપક્ષ સતત મોદી સરકાર પર હુમલો કરી રહ્યું છે. ત્યાં જ દિલ્હી સરકાર તરફથી પણ કહેવામાં આવ્યું છે કે અમિત શાહે દિલ્હી પોલીસના હાથ બાંધી દીધા છે. જામિયામાં ફાયરિંગ કરનાર નાબાલિક છે. ફાયરિંગમાં કશ્મીરનો સાદાબ ઘાયલ થયો છે.

આ ઘટના અગાઉ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પણ 5 જાન્યુઆરી ના રોજ અમુક નકાબ પહેરેલા અસામાજિક તત્વો આવી ગયા અને વિદ્યાર્થીઓ પર હિંસા આચરી. તેમાં છાત્ર સંઘ નેતા આઈસી ઘોષને પણ ગંભીર ઇજા થઇ. અસામાજિક તત્વોએ શિક્ષકોને પણ ન છોડ્યા, અમુક ફેકલ્ટી મેમ્બર પણ ગંભીર રીતે ઘાયલ થયા. અંદાજે ૫૦ જેટલાં નકાબખોરોએ જ્યાં જે દેખાયું તેને નુકસાન પહોંચાડ્યું. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આ ઘટના પાછળ દિલ્હી પોલીસ અને એબીવીપીને જવાબદાર ઠરાવ્યા.

જ્યારે બીજી એક મામલામાં 15 ડિસેમ્બરે જામિયા વિસ્તારમાં હિંસાની ઘટના પર પણ પોલીસ ઉપર સવાલ ઉભા થયા છે. નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ એક પ્રદર્શનમાં અમુક અસામાજિક તત્ત્વોએ બસો અને પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું હતું. ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ઘટના દરમિયાન દિલ્હી પોલીસ જામિયા ના કેમ્પસ માં દાખલ થઇ અને ખતરનાક બળપ્રયોગ કર્યો. પોલીસ લાઇબ્રેરીમાં ઘૂસીને તોડફોડ કરવા લાગી અને કેમ્પસમાં વિદ્યાર્થીઓને ખૂબ માર્યા. પોલીસને કાર્યવાહી પર ખૂબ સવાલ ઉભા થયા અને સરકારની વિપક્ષ દ્વારા આલોચના પણ થઇ.

ચોથા મામલામાં ગયા વર્ષે નવેમ્બરમાં દિલ્હીની તીસ હજારી કોર્ટ માં પોલીસ અને વકીલો વચ્ચે સંઘર્ષ થયો હતો. બિલકુલ મામૂલી વાત માં પોલીસ અને વકીલો વચ્ચે બોલાચાલી થઈ ગઈ. આ મામલે મોટું રૂપ ધારણ કર્યું અને કોર્ટ પરિસરની આસપાસ વકીલોએ આગ લગાવી દીધી. વકીલો પર કાબૂ પામવો પોલીસે ફાયરીંગ કરવું પડ્યું જેમાં અમુક વકીલ ઘાયલ થયા. આવડા મોટા વિવાદ પાછળ નું મૂળ પાર્કિંગ હતું. વકીલોએ આરોપ લગાવ્યો કે સંઘર્ષ દરમિયાન પોલીસની ગોળી વકીલના છાતીના ભાગમાં વાગી. આ ઘટનામાં પોલીસ અને વકીલ એકબીજાની વિરુદ્ધ થઈ ગયા અને વકીલોએ પોલીસ પર હુમલો કર્યો. આ ઘટનાને લઇને પણ દિલ્હી પોલીસ પર સવાલ ઉભા થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *