નાણાં પ્રધાન નિર્મલા સીતારમન આજે 20 લાખ કરોડના પેકેજમાંથી ત્રીજો હપતો બહાર પાડશે. સૂત્રોએ ખુલાસો કર્યો છે કે નાણાં પ્રધાન આજે પશુપાલન અને મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપી શકે છે અને આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રાહત આપી શકે છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે લોકડાઉનને કારણે મત્સ્યોદ્યોગથી સંબંધિત ૧૫ લાખ લોકો અસરગ્રસ્ત છે. આ લોકોને કરોડોનું નુકસાન થયું છે. આ લોકો પોતાનો માલ ન તો સ્થાનિક બજારમાં વેચી શક્યા અને ન તેમનું ઉત્પાદન નિકાસ કરી શક્યા.
આ સિવાય, સેવા ક્ષેત્ર માટે રાહત પેકેજની સંભાવના છે, જેમાં હોટલ, એરલાઇન્સ અને પર્યટન ક્ષેત્રનો સમાવેશ છે. ઉપરાંત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે વિશેષ જાહેરાત થઇ શકે છે. હવાઇ બળતણને જીએસટી હેઠળ લાવવાની જાહેરાત થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ 2 ભાગમાં દેશના MSME, ખેડૂતો, ઉદ્યોગો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે. હવે સામાન્ય નાગરિકને પણ ફાયદો થાય તેવી જાહેરાત થવાની શક્યતાઓ રહેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news