IPL 2023 પહેલા નીતા અંબાણીએ ખેલ્યો મોટો દાવ, રાશીદ ખાનને સોંપી મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ

IPL ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સ આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાતમાં T20 ક્રિકેટ લીગમાં ભાગ લેશે. મુંબઈ ઈન્ડિયન્સ ‘વન ફેમિલી’ જાન્યુઆરી 2023માં MI અમીરાત અને MI કેપ ટાઉન નામથી તેની શરૂઆતની સિઝનમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. વેસ્ટ ઈન્ડિઝના મહાન ખેલાડી કિરોન પોલાર્ડને એમઆઈ એમિરેટ્સના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડી રાશિદ ખાનને એમઆઈ કેપટાઉનની કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે. એમઆઈએ શુક્રવારે આની જાહેરાત કરી હતી.

IPL ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સ આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા અને UAE T20 ક્રિકેટ લીગમાં તેની ટીમોને મેદાનમાં ઉતારવા માટે તૈયાર છે. આનાથી મુંબઈ ઈન્ડિયન્સને વૈશ્વિક ક્રિકેટમાં સૌથી સફળ ફ્રેન્ચાઈઝી બનવામાં મદદ મળશે.

આકાશ અંબાણીએ જાહેરાત કરી
આની જાહેરાત કરતાં આકાશ અંબાણીએ કહ્યું, “MI Global ને ક્રિકેટ સીઝન 2023 માટે “One Family” તરીકે વિકસાવવામાં આવશે. અમારા બંને કેપ્ટનમાં પ્રતિભા, અનુભવ અને જુસ્સાનો અદ્ભુત મિશ્રણ છે. મને ખાતરી છે કે પોલાર્ડ અને રાશિદ બંને એમઆઈ પરિવારને આગળ લઈ જશે.

MI એ ILT20 અને SA20 માટે બે ટીમો ઉતારી
એમઆઈ એમિરેટ્સમાં ડ્વેન બ્રાવો, નિકોલસ પૂરન, ટ્રેન્ટ બોલ્ટ અને ઈમરાન તાહિર જેવા શ્રેષ્ઠ ખેલાડીઓનો સમાવેશ થાય છે. 13 જાન્યુઆરી, 2023 થી શરૂ થતા ILT20 માં તેની શરૂઆત કરશે. બીજી તરફ, રાશિદ ખાનના MI કેપટાઉનમાં કાગીસો રબાડા, ડેવાલ્ડ બ્રેવિસ, રસી વાન ડેર ડ્યુસેન તેમજ જોફ્રા આર્ચર, સેમ કુરન, લિયામ લિવિંગસ્ટોન જેવા મજબૂત ખેલાડીઓ છે. SA20 સીઝન 10 જાન્યુઆરી, 2023 ના રોજ શરૂ થશે, જેમાં MI કેપ ટાઉનમાં શરૂઆતની રમત રમવા માટે સેટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *