કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી(Nitin Gadkari)એ શનિવારે એક સમિટને સંબોધિત કરતા મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ઓટોમોબાઈલ કંપનીઓ(Automobile companies)ના ટોચના અધિકારીઓએ તેમને વચન આપ્યું છે કે તેઓ છ મહિનામાં ફ્લેક્સ-ફ્યુઅલ વેરિઅન્ટ(Flex-fuel variant)ના વાહનોનું ઉત્પાદન શરૂ કરશે. એટલું જ નહીં, કેન્દ્રીય મંત્રીએ કોન્ફરન્સમાં વધુમાં જણાવ્યું હતું કે, સરકાર જાહેર પરિવહનને 100% સ્વચ્છ ઉર્જા સ્ત્રોતોમાં રૂપાંતરિત કરવા માટે સ્કી પ્લાન પર કામ કરી રહી છે.
કંપનીઓ છ મહિનામાં ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન બનાવવાનું શરૂ કરશે
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે જણાવ્યું હતું કે ઓટોમોબાઈલ કંપનીઓના ટોચના અધિકારીઓએ તેમને વચન આપ્યું છે કે તેઓ છ મહિનામાં ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનનું ઉત્પાદન શરૂ કરશે. આ પ્રકારના એન્જિનમાં વાહન ચલાવવા માટે એક કરતાં વધુ પ્રકારના ઇંધણનો ઉપયોગ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, TVS મોટર અને બજાજ ઓટો જેવી કંપનીઓએ તેમના ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર માટે ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધું છે. ગડકરીએ એમ પણ કહ્યું કે સરકાર જાહેર પરિવહનને 100% સ્વચ્છ ઉર્જા સ્ત્રોતોમાં રૂપાંતરિત કરવાની યોજના પર કામ કરી રહી છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે…
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, “આ અઠવાડિયે, મેં તમામ મોટી ઓટોમોબાઈલ કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટર્સ અને SIAM ના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી અને તેઓએ મને વચન આપ્યું હતું કે તેઓ એવા વાહનો માટે ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન બનાવવાનું શરૂ કરશે જે એક કરતા વધુ ઇંધણ પર ચલાવી શકાશે.
કેન્દ્રીય મંત્રી ગડકરીના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં ભારતમાં મોટાભાગના વાહનો 100% ઇથેનોલ પર ચાલશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર ગ્રીન હાઇડ્રોજન અને અન્ય વૈકલ્પિક ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે.
ઉપરાંત, હાલમાં પુણે ભારતનું એકમાત્ર શહેર છે જેમાં ત્રણ ઇથેનલ સ્ટેશન છે. આ વર્ષે 5 જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ E-100 ઇથેનોલ ડિસ્પેન્સિંગ સ્ટેશન શરૂ કર્યા હતા. જણાવી દઈએ કે અગાઉ ગડકરીએ ઓટોમોબાઈલ ઉદ્યોગને ફ્લેક્સી-ઈંધણ એન્જિન બનાવવાની અપીલ કરી હતી. હાલમાં, ભારતમાં ઇથેનોલ પર ચાલતા માત્ર થોડા જ વાહનો છે, જે પુણેમાં જોવા મળ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.