ટેલિફોન હાઉસના માલિક નીતિન ઘોરીએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા ખેલાડીઓ માટે કરી અનોખી જાહેરાત

સુરત શહેર હમેંશા માટે લોકોની મદદ અને સહાયરૂપ થતું રહ્યું છે તે થી સુરત શહેર દાનવીરોની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જયારે અન્ય શહેરને…

સુરત શહેર હમેંશા માટે લોકોની મદદ અને સહાયરૂપ થતું રહ્યું છે તે થી સુરત શહેર દાનવીરોની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જયારે અન્ય શહેરને કઈ પણ સહાયની જરૂર હોય છે ત્યારે સુરત શહેર મોખરે હોય છે. ત્યારે હાલમાં ટોક્યો ઓલ્મપિક 2020 યોજાણો છે તેમાં ભારતીય મહિલા હોકી ટીમ ખુબ જ આગળ વધી રહી છે. ત્યારે મહિલા હોકી ટીમ જો ફાઇનલ મેચ જીતે તો ઘણા લોકો તેમણે પ્રોત્સાહિત કરશે.

ત્યારે હવે સુરતનાં સમાજસેવી યુવાન અને હંમેશાં રાષ્ટ્રહિત નાં કાયોઁમાં આગળ રહેનાર એવા નિતીન જીવરાજભાઇ ઘોરી (Telephone House) દ્વારા ટોક્યો ઓલ્મપિકમાં ભારતીય મહિલા હોકી ટીમ ફાઇનલ જીતે તો દરેક ભારતીય ટીમનાં મહિલા હોકી પ્લેયર ને એક સ્માટઁફોન આપીને દેશની મહિલા હોકી ટીમને પ્રોત્સાહિત કરશે.આ પ્રકારનું પ્રોત્સાહન મહિલાઓ માટે ખુબ જ સારું કહી શકાય અને આ પ્રકારનું પ્રોત્સાહન આપવું જોઈએ કારણ કે, મહિલાઓ પોતાના દેશનું નામ રોશન કરી રહી છે અને પોતે પોતાની નારીશક્તિ પણ બતાવી રહી છે.

સાથે સાથે સુરતના પ્રખ્યાત ઉદ્યોગપતિ સવજી ધોળકિયા દ્વારા વિમેન્સ હોકી ટીમના ખેલાડીને કાર તેમજ ઘર આપવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાહેરાત વાઇરલ કરવામાં આવી છે. ભારતીય મહિલા હોકી ટીમ ઓલિમ્પિકમાં મેડેલ જીતે તો તમામ ખેલાડીને ઘર લેવા માટે 11 લાખ તેમજ કાર લેવા 5 લાખ ઇનામ આપવામાં આવશે.

ભારતીય મહિલા હોકી ટીમને બિરદાવવા માટે ઇનામની જાહેરાત કરવામાં આવી છે. ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા ટીમ મેડલ જીતશે તો ટીમના તમામ ખેલાડીને કાર તથા ઘર ગિફ્ટમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે, જો મહિલા હોકી ખેલાડીઓ મેડલ જીતે તો ખેલાડીઓને ઘર લેવા માટે 11 લાખ રૂપિયા આની સાથે જ 5 લાખ રૂપિયાની કાર ભેટમાં આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *