મા અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડ મુદ્દે ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. હવેથી ગુજરાત રાજ્યમાં દરેક લાભાર્થીઓને વ્યક્તિગત રીતે કાર્ડ આપવામાં આવશે. જ્યારે અગાઉ પરિવાર દીઠ એક કાર્ડ આપવામાં આવતું હતું. પણ હવે પરિવારના તમામ સભ્યોને મા કાર્ડ આપવામાં આવશે. આ યોજનાના માપદંડના આધારે લોકોને આ સહાયનો લાભ મળવાપાત્ર થશે. સાથે જ કુટુંબ દીઠ વાર્ષિક પાંચ લાખ સુધીનું આરોગ્ય કવચ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે. રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટલે આ માહિતી ટ્વિટ કરીને જાણકારી આપી છે.
આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે માં કાર્ડ ની મુદત વધારીને આગામી ૩૧મી જુલાઈ સુધી કરી છે. ત્યાર બાદ હવે સરકારી હોસ્પિટલમાં નવા માર્ગ બનાવવા માટેની પ્રક્રિયા હાલમાં શરૂ કરી દેવામાં આવી છે. પહેલા પરિવારને એક મા અમૃતમ કાર્ડ આપવામાં આવતું હતું. જ્યારે હવે પરિવાર દીઠ એક મા અમૃતમ કાર્ડ ને બદલે અન્ય દરેક લાભાર્થીને અલગ-અલગ કાર્ડ ફાળવવામાં આવશે.
— Nitin Patel (@Nitinbhai_Patel) June 9, 2021
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વીટ કરતા કહ્યું છે કે, હાલમાં રાજ્યની સરકારી હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નવા મા અમૃતમ કાર્ડ કાઢવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તેથી બધા લાભાર્થીએ નવા કાર્ડ હોસ્પિટલોમાંથી કઢાવી શકશે. જ્યાં સુધી નવું કાઢવામાં ન આવે ત્યાં સુધી જુના કાર્ડ પર નો લાભ પહેલાની જેમ જ શરૂ રહેશે, જેથી કોઈ ની સારવાર અટકશે નહીં.
“માં” યોજનાને આધારે દરેક લાભાર્થીઓએ હવે નવું કાર્ડ તરત જ મેળવી લેવું જોઈએ. જેથી જરુરિયાત પ્રમાણે ૫ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મેળવી શકશો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.