ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મોટી જાહેરાત કરી છે કે, ગુજરાત રાજ્ય સરકારે મંત્રીઓ અને ધારાસભ્યોની ૩૦ ટકા પગાર કાપ મુકવાનો મહત્વનો નિર્ણય. ગુજરાત સરકારને 10,000 કરોડ સુધીની આવકમાં ઘટાડો થશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ પગાર કાપ એક વર્ષ સુધી અમલી બનાવવાનો નિર્ણય.
કર્મચારીઓના મોંઘવારી ભથ્થા વધારાનો નિર્ણય હાલ તુરત મુલતવી રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ખેડૂતોની લોન મુદતમાં વધારો કર્યો છે. ખર્ચ ઘટાડીને આવક વધારવાનો રાજ્ય સરકારનો નિર્ણય કોર ગૃપની ભલામણને ધ્યાનમાં રાખીને કર્યો છે. કોરોનાની મહામારી ને કારણે રાજ્ય સરકારની આવકમાં ઘટાડો નોંધાયો છે.
સાથે-સાથે બીજા એક મોટા સમાચાર છે. રાજ્યમાં આજે મધ્યરાત્રિથી પેટ્રોલના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંકાયો. ડીઝલમાં પણ આજ રાતથી ભાવ વધારો બે રૂપિયાનો લાગુ પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news