હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આવા સમયમાં ઘણીવાર PM મોદી તથા DYCM નીતિન પટેલ દ્વારા કોરોના અંગે નિવેદન આપવામાં આવતું હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. ગુજરાત વિધાનસભાનાં ચોમાસું સત્રની શરૂઆત થઈ ગઈ છે. આજે પહેલી બેઠકમાં 3 સરકારી વિધેયક લેવામાં આવશે.
કોરોના અંગે ગૃહમાં શોક પ્રસ્તાવમાં DYCM નીતિન પટેલ દ્વારા વિધાનસભા ગૃહમાં નિવેદન આપવામાં આવ્યું હતું. DYCM નીતિન પટેલે જણાવતાં કહ્યું હતું કે, કોરોના અંગે ભગવાન સિવાય કોઈ જાણતું નથી. કાલે શું થશે, કોને શું થશે એ પણ કોઈ જાણતું નથી. ગૃહમાં કામગીરીની શરૂઆત થાય એની રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલ કોરોના વોરિયર્સને ગૃહમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
નીતિન પટેલે જણાવતાં કહ્યું હતું કે, હાલમાં સર્વત્ર જગ્યાએ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના અંગે ભગવાન સિવાય કોઈ જાણતું નથી. કાલે શું થશે, કોને શું થશે તે કોઈ જાણતું નથી. કોરોના વોરીયર્સ 6 માસથી શબ્દ આવ્યો છે. આરોગ્ય મંત્રી તરીકે જણાવું છું, જ્યારે કોઈ હોસ્પિટલમાં જઈ શકતુ ન હતું ત્યારે અમે હિંમતથી દર્દીઓની સેવા કરી છે.
પોલીસ વિભાગના કર્મચારીઓ પણ ડોક્ટરોની સાથે જ સેવા બજાવી રહ્યા છે. પોતાના જીવનાં જોખમે કામ કરી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાથી જીવ ગુમાવનાર બધાં જ લોકોને આદરથી શ્રધ્ધાંજલી પાઠવુ છું. નીતિન પટેલે જણાવતાં કહ્યું હતું કે, કોઈ વ્યક્તિનુ જીવન મુલ્ય સાથે સરખાવી શકાતુ નથી.
જો, કોઇ સેવા કરનાર કોરોનાથી મૃત્યુ પામે એમને 50 લાખની જાહેરાત કરવામાં આવી હતી. નીતિન પટેલે ગૃહની કામગીરી પહેલાં શોક પ્રસ્તાવ પર એમને નિવેદન આપ્યું હતું. કોરોના અંગે નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં નિવેદન આપ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en