બિહારના રાજકારણ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપ સાથે ગઠબંધન તોડીને નીતિશકુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને ઠેંગો બતાવીને લાલુપ્રસાદ યાદવ ની પાર્ટી સાથે ગઠબંધન કરી લીધું છે. આ ઘટનાને પગલે નવા રચાયેલા ગઠબંધનને વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની થતી હતી. આ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
બિહાર વિધાનસભામાં આજે નીતીશકુમાર અને તેજસ્વી યાદ આવે ફ્લોર ટેસ્ટ પાસ કરી લીધો છે. આ ટેસ્ટ દરમિયાન ભાજપના નેતાઓએ ખૂબ હોબાળો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે નીતીશકુમાર અને તેજસ્વી યાદવના મહાગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળવાનું સ્પષ્ટ જ હતું. પરંતુ વિધાનસભા સ્પીકરે રાજીનામું ન આપીને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. પરંતુ થોડી જ મિનિટોમાં સ્પીકરે રાજીનામું આપી દીધું હતું અને હથિયાર મૂકી દીધા હતા. ત્યારબાદ ભાજપના ધારાસભ્યઓએ ફ્લોર ટેસ્ટનો બહિષ્કાર કરીને વોક આઉટ કરી લીધું હતું.
બહુમત હોવા છતાં સત્તા પક્ષે મતદાન કરાવવાની માંગ કરી હતી. જ્યારે ભાજપનું કહેવું હતું કે ધ્વની મતથી વિશ્વાસ પ્રસ્તાવ પાસ થઈ ગયો છે, તો વોટીંગ શા માટે કરાવવું? ફ્લોર ટેસ્ટ દરમિયાન સીએમ નિતેશકુમાર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા.
નીતીશ કુમારે દાવો કર્યો છે કે ભાજપનો સાથ છોડ્યા બાદ સમગ્ર દેશમાં અનેક લોકોના તેમને ફોન આવ્યા હતા અને પોતાનો નિર્ણય સાચો છે તે અંગે સમર્થન કર્યું હતું. નિતેશ કુમારે દાવો કર્યો છે કે તેની સાથે દેશભરની પાર્ટીઓનું સમર્થન છે અને 2024 માં મહાગઠબંધન પોતાની સરકાર બનાવશે.
ઉલ્લેખનીય છે કે, નીતીશ કુમારે 10 ઓગસ્ટના રોજ રેકોર્ડ આઠમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને ભાજપ સાથેનું જોડાણ તોડ્યાના એક સપ્તાહ બાદ તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.