આઝાદી વખતે હૈદારબાદ રાજ્યએ શરૂઆતમાં ભારત સાથે ભળી જવાનો ઇન્કાર કર્યો હતો. માટે સરદાર પટેલની આગેવાનીમાં ભારત સરકારે ‘ઓપરેશન પોલો’ દ્વારા હૈદારબાદનું ભારતમાં જોડાણ કર્યું હતું. એ વખતે પોતાની સંપત્તિ સુરક્ષીત રહે એ હેતુથી નવાબ મીર ઉસ્માન અલી ખાન સિદ્દિકીએ ૧૦ લાખ પાઉન્ડ જેવી રકમ પાકિસ્તાનની મદદથી લંડનની ‘નેટવેસ્ટ’ બેન્કમાં જમા કરાવી હતી.
એ રકમ પોતાની હોવાનો પાકિસ્તાને ૧૯૪૮માં દાવો કર્યો હતો. પછી ૧૯૫૪માં તેનો કોર્ટમાં કેસ થયો હતો. ત્યારથી આજ સુધી તે અંગેનો કેસ લંડનની કોર્ટમાં ચાલતો હતો. હવે તેનો ફેંસલો આવ્યો છે. એ ચૂકાદા પ્રમાણે આ રકમ પર પાકિસ્તાનનો કોઈ હક્ક-દાવો નથી. ભારતનો અને મીરના વંશજોનો હક્ક છે.
ઓપરેશન પોલો વખતે આ રકમ નિઝામે સીધી જમા કરાવી ન હતી. પરંતુ નિઝામે એ વખતના પોતાના નાણા મંત્રીને રકમ આપી હતી. નાણા મંત્રીએ લંડન સ્થિત પાકિસ્તાની હાઈ-કમિશનર હબીબ ઈબ્રાહિમ રહમતુલ્લાહના ખાતામાં જમા કરાવી હતી. જ્યારે થોડા સમય પછી નિઝામના વંશજોને આ રકમની ખબર પડી એટલે તેમણે રહમતુલ્લાહ પાસે નાણા પરત માંગ્યા હતા.
તો રહમતુલ્લાહે જવાબ આપ્યો હતો કે હવે એ રકમ ભુલી જજો, એ તો પાકિસ્તાનની થઈ ગઈ! માટે પોતાની રકમ પરત મેળવવા નવાબના વારસદારોએ ૧૯૫૪માં કેસ દાખલ કર્યો હતો. નવાબના વારસદારો અને પાકિસ્તાન સરકાર વિરૂદ્ધ સાત દાયકાથી કેસ ચાલતો હતો. પાછળથી એ કેસમાં ભારત સરકાર પણ જોડાઈ હતી.
એક તરફ ભારત સરકાર અને નિઝામના વંશજો, સામે પક્ષે પાકિસ્તાન સરકાર વચ્ચે ત્યારથી ચાલી રહેલા કેસનો ફેંસલો બુધવારે આવ્યો હતો. લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટીસે ચૂકાદો આપતા જણાવ્યું હતું કે આજના દરે વ્યાજ સાથે રૂપિયા ૩૦૬ કરોડ (અથવા ૩.૫ લાખ પાઉન્ડ) થાય છે. તેના પર નિઝામના વંશજો અને ભારતનો હક્ક છે, પાકિસ્તાનનો કોઈ હક-દાવો રહેતો નથી. નિઝામના વારસદારો મુકર્રમ જેહ અને મુક્કફમ જેહ બન્ને ભાઈઓએે આ ચૂકાદાને આવકાર્યો હતો.
બીજી તરફ પાકિસ્તાને કહ્યું હતું કે તેઓ આ કેસનો અભ્યાસ કરી રહ્યાં છે. એ પછી નક્કી થશે કે આગળ શું કરવું. પણ પાકિસ્તાને એ મુદ્દો ઉખેડયો હતો કે ભારતે આઝાદી વખતે હૈદરાબાદને બળજબરીથી ભારતમાં શામેલ કર્યું હતું. બાકી હૈદરાબાદની ઈચ્છા તો પાકિસ્તાન સાથે જોડાવાની હતી. હૈદરાબાદે પાકિસ્તાનની મદદ પણ માંગી હતી. માટે હૈદરાબાદની મદદ કરવી એ અમારી ફરજ હતી. પાકિસ્તાને રકમ ન આપવા માટે એવી પણ દલીલ કરી હતી કે પાકિસ્તાન કે સ્વતંત્ર રાષ્ટ્ર હોવાથી કોઈ વ્યક્તિ એક રાષ્ટ્ર પર કેસ ન કરી શકે. કોર્ટે આવા કોઈ દાવા માન્ય રાખ્યા ન હતા.
હૈદરાબાદ ભારતમાં વિલિન થયું ત્યારે તેના શાસક મીર ઉસ્માન અલી ખાન સિદ્દિકી હતા. એ વખતે તેમની ગણતરી જગતના સૌથી ધનવાન વ્યક્તિ તરીકે થતી હતી. મીરે ત્યારે ભારતને બદલે પાકિસ્તાન સાથે જોડાવાનું અથવા સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે રહેવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. એ વખતે નિઝામ ઉસ્માન અલી શાસન પર હતા. સરદાર પટેલે લાલ આંખ કરી પછી નિઝામ પળવારમાં હૈદરાબાદ રાજ્ય સાથે ભારતમાં જોડાઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.