હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી જિલ્લાની બ્રીજ પાસે આવેલ ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા આખેઆખું ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું. પ્લાસ્ટિક તથા વેસ્ટેજ કચરાને લઈ આગ ભભૂકી ઉઠતા લોકોમાં અફરતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થયા પછી ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી.
દોઢ કલાકે આગ પર કાબૂ મેળવાયો:કતારગામનાં સબ ફાયર ઓફિસર યશ એમ મોઢ જણાવે છે કે, અંદાજે 4:15 વાગ્યે કોલ આવ્યો હતો. જેમાં ભંગારના એક ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ થયા પછી તાત્કાલિક ટીમ સાથે પહોંચી ગયા હતા. કચરાના ઢગલા વાળા ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી.
આની સાથે જ તાત્કાલિક પાણીનો મારો શરુ કરીને ઘાચી શેરી, મુગલીસરા અને અડાજણ ફાયરની મદદ લઇને છેવટે દોઢ કલાકમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગ લાગવા પાછળ કારણ જાણી શકાયું ન હતું. જો કે, કોઈ જાનહાનિ પણ નોંધાઈ ન હતી.
ત્રણ મહિનાથી શરૂ થયેલ ગોડાઉનમાં લાગી આગ:
સૈય્યદ શૌક્ત અલી જણાવે છે કે, હજુ 3 મહિના અગાઉ જ ભંગારનો ધધોની શરૂઆત કરી હતી. વહેલી સવારમ આગ લાગી હોવાની જાણ થયા પછી દોડીને ગોડાઉન પર પહોંચ્યા તો ભડ ભડ કચરાના ઢગલા સળગી રહ્યાં હતાં. કામ કરતા માણસો આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યાં હતાં. શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાનું કારીગરો જણાવી રહ્યાં હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.