મોંઘવારી(Inflation)એ સામાન્ય માણસના ખિસ્સા ખાલી કરી નાખ્યા છે. આ દરમિયાન દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ(Petrol-Diesel Prices) લાંબા સમયથી સ્થિર જોવા મળી રહ્યા છે, પરંતુ ભાવ ખુબ જ વધારે છે. ત્યારે આ ભાવમાં હાલ કોઈ રાહત મળે તેવું લાગતું નથી. પેટ્રોલિયમ મંત્રી(Petroleum Minister) હરદીપ સિંહ પુરી(Hardeep Singh Puri) દ્વારા હાલમાં જ એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ શું કહ્યું હરદીપ સિંહ પુરીએ.
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવતા કહ્યું હતું કે, સરકારી ઓઈલ કંપનીઓની ભૂતકાળની ખોટને જોતા પેટ્રોલના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થઇ શકે તેવી કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. વધુમાં તેમણે કહ્યું હતું કે, દેશની 3 મોટી સરકારી કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા છેલ્લા 15 મહિનાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતોમાં થઇ રહેલા ઘટાડાને લીધે કંપનીઓ પર દબાણ કંઈક અંશે ઓછું થયું છે. પરંતુ તેણે અગાઉના નુકસાનની ભરપાઈ કરવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.
બીજી બાજુ, થોડા દિવસો અગાઉ ICICI સિક્યોરિટીઝે એક રિપોર્ટમાં જણાવતા કહ્યું હતું કે, સરકારી તેલ કંપનીઓને પેટ્રોલમાંથી પ્રતિ લિટર 10 રૂપિયાનો નફો થઈ રહ્યો છે. ત્યારે આ જ સમયે ડીઝલ પરનું નુકસાન ઘટીને 6.5 રૂપિયા પ્રતિ લીટર થઈ જવા પામ્યું છે.
તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ઊંચા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદવાથી તેમની કિંમતમાં વધારો થયો છે. જો વાત કરવામાં આવે તો જૂન 2022 ના અંતમાં, તેને પ્રતિ લિટર પેટ્રોલ પર 17.4 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલ પર 27.2 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.