ટ્રાફિકના નિયમોમાં મોટો ફેરફાર- શરુ ગાડીએ ફોન પર વાત કરવા નહિ ભરવો પડે દંડ

જો તમે કાર ચલાવતા સમયે મોબાઈલ ફોન(Mobile phone) પર વાત કરી રહ્યા હોવ તો હવે ટ્રાફિક પોલીસ(Traffic police) તમારું ચલાન નહીં કાપી શકે કે નહિ…

જો તમે કાર ચલાવતા સમયે મોબાઈલ ફોન(Mobile phone) પર વાત કરી રહ્યા હોવ તો હવે ટ્રાફિક પોલીસ(Traffic police) તમારું ચલાન નહીં કાપી શકે કે નહિ કોઈ પણ પ્રકારનો દંડ થઇ શકે. સરકાર દ્વારા ખુદ જ આ વિશે માહિતી આપવામાં આવી છે. જો કોઈ ટ્રાફિક પોલીસકર્મી(Policeman) તમારું ચલાન કાપે તો તમે તેની સામે કાયદેસર પગલા ભરીને કોર્ટમાં લઈ જઇ શકો છો.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવતા કહ્યું હતું કે, હાલમાં ટ્રાફિકના નિયમો મુજબ કાર ચલાવતા સમયે જો કોઈ ડ્રાઈવર હેન્ડ ફ્રી કમ્યુનિકેશન કરે અને પોતાના ફોન પર વાત કરે તો તે કોઈ ગુનો નથી નથી. આ માટે ડ્રાઈવર પર કોઈ પણ પ્રકારનો દંડ કે પાવતી ફાડી શકાય નહિ અને જો આવું થાય તો તેમની સામે કાયદેસરના પગલા ભરી શકો છો.

સરકારના મંત્રી એ જ કહ્યું હતું કે આવો દંડ નહીં થઈ શકે:
લોકસભામાં કેરળના એનારકુલમથી કોંગ્રેસના સાંસદ હીબી ઇડને સવાલ પૂછ્યો હતો કે મોટર વ્હીકલ એક્ટ 2019 ના સેકશન 184 (G) અનુસાર મોટર વાહનોમાં હેન્ડ ફ્રી કમ્યુનિકેશન ફીચર ઉપયોગ કરવા માટે કોઈ દંડની જોગવાઈ કરવામાં અવી છે કે નહીં? ત્યારે આ સવાલના જવાબમાં ગડકરીજીએ જણાવતા કહ્યું હતું કે, આ એક્ટમાં મોટર વ્હીકલ ચલાવતા સમયે હેન્ડ હોલ્ડ કમ્યુનિકેશન ઉપકરણના ઉપયોગ પર દંડની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ હેન્ડ ફરી કમ્યુનિકેશન ઉપકરણનાં ઉપયોગ પર કોઈ પ્રકારનો દંડ લઇ શકે નહિ.

જો ચાલુ ગાડી દરમિયાન હેલમેટ નહીં હોય તો ડ્રાઇવિંગ લાયસન્સ થશે સસ્પેન્ડ:
મોટર વ્હીકલ એક્ટ 2019 મુજબ જો તમે હેલમેટ નહીં પહેર્યું હોય તો 1000 રૂપિયા જેટલો દંડ થઈ શકે છે અને આ સિવાય તમારું ડ્રાઇવિંગ લાયસન્સ પણ મોટર વ્હીકલ એક્ટની કલમ 194 C મુજબ ત્રણ મહિનાના સમયગાળા માટે સસ્પેન્ડ થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *