વારે તહેવારે હિંદુ-મુસ્લિમ ના નામે તંગદિલી ફેલાવતા સ્વઘોષિત હિન્દુઓ પર કદાચ સનાતન ધર્મના અવતાર અને ભગવાનને પણ શરમ આવે તેવી ઘટના બની છે. તાજેતરમાં જ એક ખાસ પ્રકારના હિન્દુઓ કે જેઓને માત્ર કટ્ટરવાદ જ ફાવે છે, તેવા લોકોએ હીજાબ અને કુરાન બાબતે બુમરાણ મચાવી હતી.
જ્યારે દક્ષિણ ગુજરાત માંથી એક એવો સંયોગ બન્યો છે કે બેઠેલા હિન્દુઓને કદાચ ડૂબકી મારવા માટે ઢાંકણી પાણી પણ ન મળે. બન્યું છે એવું કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં Hindu Studies નામનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. જે માટે ફોર્મ ભરવામાં આવ્યા .છે પરંતુ એક કરોડથી વધુ વસ્તી ધરાવતા દક્ષિણ ગુજરાતમાંથી માત્ર ૧૧ વિદ્યાર્થીઓ આ માટે ફોર્મ ભરવા આવ્યા છે અને તેમાંથી માત્ર બે વિદ્યાર્થીઓ જ પ્રવેશ કન્ફર્મ કરવા માટે ફી ભરી છે.
આગામી સત્ર થી એમએ હિંદુ સ્ટડીઝ નામનો કોર્સ શરૂ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નવી શિક્ષણ નીતિ અનુસાર બેચલર ના 1 થી 5 સેમેસ્ટર રીઝલ્ટ ના આધારે પોસ્ટ ગ્રેજ્યુએશનના પ્રવેશ શરૂ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત પ્રોવિઝનલ એડમિશન પ્રોસેસ માં પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ૧૫,૦૦૦ જેટલા ફોર્મ ભરાયા છે. પરંતુ એમ એ હિન્દુ સ્ટડીઝના કોર્સ માટે માત્ર ૧૧ વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા છે.
ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીના ઈતિહાસમાં સૌપ્રથમવાર સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એક વિષય તરીકે હિંદુ વિષય શીખવવાનું શરૂ કરશે. દેશની લગભગ 13 યુનિવર્સિટીઓમાં હિંદુ ધર્મ વિષય તરીકે ભણાવવામાં આવે છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જોડાવાથી, તે 14મી યુનિવર્સિટી બની છે, જે એક વિષય તરીકે હિંદુ ધર્મનો અભ્યાસ શીખવશે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આ કોર્સ શરૂ કરનારી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી છે. હિન્દુ સ્ટડીઝ ના સર્ટિફિકેટ અને ડિપ્લોમાં કોર્સ પણ શરૂ કરવામાં આવનાર છે. આ કોર્સ છ અને બાર મહિના સુધીના રહેશે.
આ કોર્સમાં પહેલા સેમેસ્ટરમાં સંસ્કૃત પરિચર, પ્રમાણ સિદ્ધાંત ફરજિયાત, વાદ-પરંપરા એંડ ઓર્ગેનાઇઝેશન, ડેવલોપમેન્ટ એંડ ટ્રાંસમિશન, નોલેજ અને તત્વ વિમર્શ વિષયો હશે.
આ કોર્સમાં બીજા સેમેસ્ટરમાં વેસ્ટર્ન મેથોર્ડ્સ ફોર અંડર સ્ટેન્ડિંગ ડિસ્કોર્સિસ અને ધર્મા-કર્મા વિમર્શની સાથે સિદ્ધાંતો અને ભાષાઓ ના વિષય રહેશે જયારે ત્રીજા સેમમાં પુનર્જન્મ-બંધન-મોક્ષ વિમર્શ, રામાયણની સાથે ડિસિપ્લિન્સ જયારે ચોથા સેમેસ્ટમાં મહાભારત અને પ્રેક્ટિસની સાથે ડિસિપ્લિન્સના વિષય રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.