ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot) શહેરમાં ઉપલાકાંઠે રહેતી યુવતી બન્ને પગે વિકલાંગ છે. નબળી આર્થિક સ્થિતિ અને શારીરિક વિકલાંગતા(Disability)ને કારણે તેને અભ્યાસમાંથી નોકરી મેળવવા માટે ઘણો સંઘર્ષ(Conflict) કરવો પડ્યો હતો. તેમ છતાં તેણે ક્યારેય મનથી હાર ન માની. તે હવે વિકલાંગ હોવા છતાં પરિવારને આર્થિક રીતે મદદ કરી રહ્યા છે.
તે હાલમાં પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે અને પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે. આર્થિક સંકડામણના કારણે તે કોલેજની ફી ભરવા માટે સક્ષમ ન હતા. જ્યારે તે જોબ ઈન્ટરવ્યુ આપવા ગયા હતા તો તેની હાલત જોઈને બધા તેને રિજેક્ટ કરી દેતા હતા. તેઓએ સરકારી કચેરીઓની બહાર નજીવા દરે ફોર્મ ભરવાનું શરૂ કર્યું છે જેથી તેઓ લોકોની મદદ કરી શકે અને પોતે પગભર થઇ શકે.
પરિવારમાં ત્રણ લોકો HIVના દર્દી છે:
અમે તમને જણાવી દઈએ કે, યુવતીના માતા-પિતા, ચાર ભાઈ, એક ભાભી, એક ભત્રીજો અને એક ભત્રીજી અને એક ખુદ પોતે એમ કુલ 10 જેટલા લોકો પરિવારમાં રહે છે. જે પૈકી મોટાભાઈ, ભાભી અને ભત્રીજીને HIV છે. જ્યારે દીકરીના પિતા સાડીના કારખાનામાં કામ કરી રહ્યા છે, પરંતુ તેમના પિતા અને મોટાભાઈને અમુક કુટેવ પણ છે.
તેનો નાનોભાઈ રિક્ષા ચલાવે છે અને એક અન્ય ભાઈ મજૂરીકામ કરી રહ્યો છે. દીકરી રોજના 200 રૂપિયા કમાઈ છે અને તેમાંથી તે પરિવારને મદદરૂપ બની રહ્યા છે અને સાથે-સાથે પોતાનો અભ્યાસ ખર્ચ પણ પોતાની કમાણીમાંથી કાઢી રહ્યા છે. યુવતીએ જણાવતા કહ્યું છે કે, મને નાનાભાઈ તરફથી સૌથી વધુ સપોર્ટ મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.