ભાવનગર(Bhavnagar): સરકારની વધુ એક બેદરકારી સામે આવી રહી છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી(Jitu Waghani)ના ભાવનગરમાં આવેલ કાળીયાબીડ વિસ્તારમાં છેલ્લા અમુક મહિનાથી પાણીની ટાંકીનો સ્લેબ તૂટી ગયો હોવા છતાં મહાનગર પાલિકાને સમારકામ કરાવા માટે સમય મળી રહ્યો નથી.
17 હજાર લિટર પાણીની ક્ષમતા ધરાવતી ટાંકીમાં સ્લેબનો કાટમાળ ગરકાવ છે. તેને કારણે પાણી પણ દૂષિત બન્યું છે. શહેરીજનો આવો દુષિત પાણી પીવા માટે મજબુર બન્યા છે. આ ઘટના પાલિકાની નિષ્ક્રિયતા અને બેદરકારીના પુરાવા પાડે છે. ભાવનગરમાં વિકાસનું ગાબડું વિડીયોમાં સ્પષ્ટપાને જોવા મળી રહ્યું છે.
છેલ્લા ઘણા સમયથી આ રીતે ઢાંકી નો સ્લેબ પાણીમાં ગરકાવ થતા ટાંકી ખુલ્લી રહેતા પાણીમાં કચરો તેમજ ધૂળ ભળી રહ્યા છે. મહાનગરપાલિકાની બેદરકારીને કારણે દરેક સોસાયટીના લોકો પ્રદૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે. છેલ્લા અમુક મહિનાથી બાકીનો સ્લેબ પાણીની અંદર થઈ ગયો છે તેમ છતાં કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
અત્રે નોંધનીય છે કે, આ ટાંકીમાંથી શહેરના એક લાખથી વધુ લોકોને પાણીની સગવડ પૂરી પાડવામાં આવે છે. ટાંકી ની ઉપરનો સ્લેબ એક મહિનાથી તૂટી ગયા છે ગાડમાર પાણીની અંદર ગરકાવ થયો છે જેના કારણે પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. તેમજ ઉપરથી તૂટી ગયેલી ટાંકી ઉપર પક્ષીઓ પણ બેસતા હોય છે. તેમની ચરક પણ પાણીની સાથે ભળી રહી છે.
ત્યારે હવે સવાલોએ થઇ રહ્યા છે કે, “શહેરના એક લાખથી વધુ લોકોનું સ્વાસ્થ્ય કોના હાથમાં? ઘોર નિંદ્રા માંથી ક્યારે જાગશે BMC? ક્યારે થશે ટાંકીનું સમારકામ? લોકોને સ્વચ્છ પાણી પીવા ક્યારે મળશે? જર્જરિત ટાંકીનું કયારે થશે સમારકામ? 17 હજાર લિટરની ક્ષમતા ધરાવતી ટાંકી ક્યારે થશે સ્વચ્છ? લોકો ક્યાં સુધી આવું દુષિત પાણી પીવા માટે બનશે મજબુર?”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.