હવે વેક્સીન નહિ, તો એન્ટ્રી નહિ- આ શહેરોમાં શરુ થઇ કડક અમલવારી

અમદાવાદ(Ahmedabad): સમગ્ર દેશમાં કોરોના ફરી એક વખત માથું ઉચકી રહ્યો છે. ધીમે ધીમે કોરોનાના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે દેશમાં ત્રીજી લહેરની આશંકાઓ દેખાઈ રહી છે. ત્યારે કોરોના સામેની જંગ લડવા માટે વધુમાં વધુ લોકોને વેક્સીન લેવી ખુબ જ જરૂરી છે. સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ સહીત અન્ય કેટલીય સંસ્થાઓએ લોકોને વેક્સીન લેવા માટેની અપીલ કરી છે અને લોકો વેક્સીન લઇ પણ રહ્યા છે. ત્યારે હવે વેક્સીન નહિ મુકાવનાર લોકોને કેટલીક જગ્યાએ જવા માટે પરમીશન નહિ મળે. જો વ્યક્તિએ વેક્સીન લીધી હશે તો જ એન્ટ્રી મળી શકશે.

કોરોનાકાળમાં સૌથી ભયંકર પરિસ્થિતીનો પડકાર ઝીલી રહેલા અમદાવાદ શહેર વેક્સિનેશનમાં આગળ રહે તે માટે તંત્ર ઉંધે માથે મહેનત કરી રહ્યું છે અને હવે અમદાવાદ શહેરમાં વેક્સિનેશન કાર્યક્રમને સફળ બનાવવા માટે તંત્રએ અનેક જગ્યાએ કડક અમલવારી શરૂ કરી દીધી છે. રસીકરણની કામગીરી 100 ટકા પૂર્ણ થાય તે માટે તંત્ર આગળ આવ્યું છે અને અમદાવાદ શહેરમાં 20 તારીખથી કોર્પોરેશન સંચાલિત તમામ સ્થળો પર વેક્સિનેશન સર્ટીફીકેટની તપાસ હાથ ધરવામાં આવી છે.

એએમટીએસ બસ હોય કે પછી બીઆરટીએસ બસ જો રસી નહિ લીધી હોય તો એન્ટ્રી આપવામાં આવશે નહિ. એએમટીએસ અને બીઆરટીએસમાં વેક્સિન વિના પ્રવેશ મળશે નહીતે પ્રકારના બેનર્સ લગાવી દેવાયા છે. બસમાં પ્રવેશ કરવા વેક્સીનેશનનું સર્ટિફિકેટ બતાવવું ફરિજીયાત હોવાથી બસસ્ટોપ પર ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. બીઆરટીએસના અધિકારીએ જણાવતા કહ્યું છે કે, જ્યાં સુધી સંપૂર્ણ રસીકરણ નહીં થાય ત્યાં સુધી આ પ્રકારની ઝુંબેશ શરુ રહેશે.

પહેલા દિવસે જ અમદાવાદ મહાનગરપાલિકા કચેરી ખાતે બપોર સુધીમાં 500 જેટલા લોકોની તપાસ કરવામા આવી હતી અને જેમાં 45 જેટલા લોકો વેક્સિન લીધા વગરનું જાણવા મળતા કોર્પોરેશન કેમ્પસમાં જ વેક્સિન આપી દેવામા આવી છે.

અમદાવાદના કોર્પોરેશન હેઠળ આવતા તમામ AMTS – BRTS બસ સ્ટેશન અને બસ, કાંકરિયા લેક્ફ્રન્ટ, કાંકરિયા ઝુ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, સ્વિમિંગ પુલ, જીમખાના, સીટી સિવિક સેન્ટર, કોર્પોરેશન સંચાલિત શાળા અને લાયબ્રેરી સહિત તમામ બિલ્ડીંગમાં રસીકરણનું સર્ટી તપાસવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં રસી નહીં લેનારને એન્ટ્રી નહીં મળે. આ સાથે કોર્પોરેશન સંચાલિત શાળાઓ અને લાયબ્રેરીમાં પણ રસીકરણનું સર્ટિફિકેટ હશે તો જ પ્રવેશ મળી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *