જંગી બહુમતીથી જીતવું મોદી માટે સહેલું ન હતું, જાણો આ 5 પડકારો ને કારણે…

દેશમાં વિશાળ બહુમતી થી જીતવું મોદી માટે સહેલું કામ નહોતું પરંતુ પડકારોનો પહાડ સામે હતો. ઘણી બધી તકલીફો છેલ્લા પાંચ વર્ષમાં મોદીના કામ કરવાથી તો…

દેશમાં વિશાળ બહુમતી થી જીતવું મોદી માટે સહેલું કામ નહોતું પરંતુ પડકારોનો પહાડ સામે હતો. ઘણી બધી તકલીફો છેલ્લા પાંચ વર્ષમાં મોદીના કામ કરવાથી તો બીજી બધી તકલીફો ચૂંટણી સમયે ખોટા વાયદા કરવાથી ઊભી થઈ હતી. આ સંજોગોમાં મોદી સરકાર કેવી રીતે ફરીથી વડાપ્રધાનનું પફ પાછું મેળવી શકે આ વિચારવા જેવી વાત હતી. જાણો તે કઈ તકલીફ હોતી કે જેનું નરેન્દ્ર મોદી સરકારને સામનો કરવો પડ્યો.

કલમ 370

લોકસભા ચુનાવ ની રેલીઓમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ ખુલીને વાત કરતાં કહે છે કે બીજીવાર બહુમત થી સરકાર બનશે તો જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 કાઢી નાખીશું. કલમ 370 જમ્મુ કશ્મીર માટે ખૂબ જ મહત્વ આપે છે. સંસદ પાસે જમ્મુ-કાશ્મીરના ઘણા કાનૂની નિયમો લાગુ પડતા નથી. લોકસભા ચૂંટણી ના પરિણામો આવ્યા પછી તત્કાલીન મંત્રી રવિશંકર પ્રસાદ કહ્યું હતું કે સરકાર બનશે તે પછી કલમ 370 પર કામ કરવામાં આવશે. હવે આવા સંજોગોમાં જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવામાં ભાજપ સરકાર કેવી રીતે સફળ થશે તે ખૂબ જ મોટો પડકાર છે.

રાજ્યસભામાં નબળી સ્થિતિ

સામાન્ય રીતે રાજ્યસભામાં 73 સાંસદો માં ભાજપ સૌથી મોટી પાર્ટી છે. પરંતુ એનડીએ ની સીટો ને જોડવામાં આવે તોપણ ૧૨૩ થી બહુમત સુધી ન પહોંચી શકે તેવી સ્થિતિ હતી. રાજ્યસભામાં રસ્તાઓ પાસ કરાવવા માટે બહુમતીની જરૂર પડતી હતી. આવા સંજોગોમાં બીજેપી રાજ્યસભામાં બહુમતી માટે આ સંકટ નો કેવી રીતે સામનો કરી રહી હતી તે વિચારવા જેવી વાત છે. સૂત્ર અનુસાર હવે લોકસભા પછી રાજ્યોમાં ચૂંટણી થાય અને ભાજપ સરકારને મોટા પ્રમાણમાં જીત મળે તો તેની રાજ્યસભામાં વધારે સીટો મળી શકે છે.

અર્થતંત્ર ની હાલત

લોકસભા ચૂંટણી સમયે ઘણાં આર્થિક વિશ્લેષકોના મતે નવી સરકારના સામે કથળતું અર્થતંત્ર સામે લડવું તે ખુબ જ અઘરું હતું. એનું કારણ એ છે કે મંદીનો માહોલ અર્થતંત્ર પર ખૂબ જ છે. વ્યવસાયથી લઈને ટેલિકોમ્યુનિકેશન સુધી બધા જ વ્યવસાયો ઘટી રહ્યા હતા. ઇન્ડિયા ટુડે મા પ્રકાશિત મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીની સેન્ટર ની રિપોર્ટ અનુસાર અર્થતંત્ર વિશે ગંભીર ચિંતા ઊભી થઈ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે શેડો બેન્કિંગ ક્ષેત્ર ગંભીર મુશ્કેલીમાં છે હવે આ સમયમાં પણ મોદી સરકારને બહુમતીથી મળવા તે અઘરી વાત હતી.

વધતો જતો બેરોજગારી દર

સરકારી અહેવાલો એ પણ જાહેર કર્યું છે કે અગાઉની સરકાર કરતા આ વખતે ની સરકાર માં બેરોજગારી સૌથી વધુ દરેક પહોંચી છે. 2014ની લોકસભાની ચૂંટણીઓ માટે પ્રચાર કરતી વખતે ભાજપે જણાવ્યું હતું કે દર વર્ષે બે કરોડ લોકોને રોજગારી નું પ્રદાન કરશે. જેનો હાલના સમયમાં વિરોધ પક્ષે મુદ્દો ઉઠાવ્યો છે. મોદી સરકાર ને છેલ્લા પાંચ વર્ષોમાં બેરોજગારી મામલે ઘણા સવાલો સાંભળવા પડ્યા છે. દેખીતી રીતે મોદી સરકારની બીજી વખત સત્તામાં બેરોજગારીનો સામનો કરવો એ એક મોટો પડકાર છે.

પાડોશી સાથે સબંધ

મોદી સરકાર જ્યારે ફરી વાર સત્તા પર આવી છે તે દરમિયાન પડોશી દેશો સાથે સંબંધોમાં કેવો સુધારો થશે તે વિશે વિચારી રહ્યા છે. આ બાબત ઉપર પણ ઘણાએ ધ્યાન રાખ્યું છે. ચીન પોતાની ડોકલામ વિવાદ અંગેની અવળચંડાઇ થી બહાર નથી આવ્યું અને પાકિસ્તાન પણ પોતાની હરકતોથી વારંવાર સરહદ પર છમકલાઓ કરતું રહે છે. જેના કારણે બંને દેશો સાથે સબંધ સતતને સતત બગડી રહ્યા છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો ત્યારે ભારતે મુદ્દો ઉઠાવ્યો ત્યારે ચીને વિટો પાવર નો ઉપયોગ કરીને આ પ્રક્રિયા ઉભી રાખી હતી. મિત્ર કહેવાતું નેપાળ પણ હાલના સમયમાં પહેલા કરતાં ખરાબ સંબંધ જોવા મળી રહ્યા છે. તો આવા સમયમાં પાડોશી દેશ સાથે હવે ના સબંધ વિશે ભાજપ સરકારે ખૂબ જ વિચારવું પડશે અને આ પણ ખુબ જ મોટો પડકાર સાબિત થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *