છેલ્લા ચાર મહિનાથી સુરત મ્યુનિ.ના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી માટે તાકીદ કરવામા આવી છતાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેવી સ્કુલોમા ફાયર સેફ્ટીના મુદ્દે હજી પણ ગંભીરતા દાખવવામા આવતી નથી. ગઈકાલે મ્યુનિ.ના ફાયર વિભાગે છ સ્કુલને સીલ કરાયા બાદ આજે ફાયર સેફ્ટીની સુવિધા ન હોય તેવી પાંચ સ્કુલને સીલ કરી દીધી હતી.
સરથાણાની તક્ષશિલા દુર્ઘટના બાદ સુરત મ્યુનિ.ના ફાયર વિભાગે સ્કુલ, ટયુશન ક્લાસીસ, હોસ્પીટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં તાકીદે ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટે નોટીસ આપવાનું શરૃ કર્યું હતું. પાલિકાની વારંવારની તાકીદ છતાં હજી પણ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેવી સ્કુલના સંચાલકો દ્વારા ગંભીરતા ન દાખવીને ફાયર સેફ્ટીની અવગણના કરી રહ્યાં છે. સ્કુલ અને કોમર્શિયલ બિલ્ડીંગની સીલીંગની કામગીરી વચ્ચે કેટલાક રાજકારણીઓ ભલામણ કરી રહ્યાં છે. છતા સીલીંગની કામગીરી ચાલુ રખાઇ છે.
આજે સુરત મ્યુનિ.એ સુરત ડુમસ રોડ પર ડુમસ રિસોર્ટની પાછળ મગદલ્લા ખાતે આવેલી રાયન ઈન્ટરનેશનલ ગુજરાત બોર્ડ અને રાયન ઈન્ટરનેશનલ આઈસીએસઈ ને ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી સીલ કરી દીધી હતી. આ ઉપરાંત કોસાડ- સાયણ રોડ પર બાવાધામ હોમ્સ નજીક આવેલી હરિ કૃષ્ણ ઈન્ટરનેશનલ સ્કુલમાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી સીલ કરી દીધી હતી. સાયણ અમરોલી રોડ પર મધુવન ઈન્ટરનેશનલ સ્કુલ અને બોમ્બે માર્કેટ પુણામાં આવેલી નવરંગ વિદ્યાલયમાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી ફાયર વિભાગે સીલ કરી દીધી હતી.
ફાયર સેફ્ટી વગરની સ્કૂલો અંગે ડીઇઓને જાણ કરાશે
સુરત શહેરના જુદા જુદા વિસ્તારની સ્કુલમાં 1270 જેટલા બાળકોને ફાયર સેફ્ટીની ટ્રેનીંગ આપવા સાથે શિક્ષકોને પણ ટ્રેનીંગ આપવામાં આવી હતી. પાલિકા ફાયર સેફ્ટીની સુવિધા વિનાની સ્કુલ સીલીંગ કરી રહી છે તેની માહિતી હવે ડી.ઈ.ઓ. કચેરીને મોકલીને કઈ શાળામા ફાયર સેફ્ટી નથી તેની જાણ કરવાની કામગીરી કરવામાં આવશે..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.