ડુંગળી જ નહીં ફોતરાં પણ છે ફાયદાકારક: તેના અનેક ફાયદાઓ જાણી દંગ રહી જશો

Benefits Of Onion: ડુંગળીનો ઉપયોગ શાકભાજી, સલાડ અથવા અન્ય કોઈપણ ખોરાકમાં વિશ્વના દરેક દેશની વાનગીઓમાં થાય છે. ડુંગળીના ભાવ વધે તો લોકો ચિંતામાં મુકાય જાય…

Benefits Of Onion: ડુંગળીનો ઉપયોગ શાકભાજી, સલાડ અથવા અન્ય કોઈપણ ખોરાકમાં વિશ્વના દરેક દેશની વાનગીઓમાં થાય છે. ડુંગળીના ભાવ વધે તો લોકો ચિંતામાં મુકાય જાય છે. કારણકે તેની સીધી અસર તેમના સ્વાદ પર પડે છે. ડુંગળી વગર કોઈપણ રેસીપી અધૂરી છે. બીજા શબ્દોમાં કહીએ તો, માણસો જે વસ્તુઓ ખાય છે તેમાં ડુંગળીનું(Benefits Of Onion) મહત્વનું  છે. પરંતુ શું તમે જાણો છો કે ડુંગળીની સાથે તેના ફોતરાં પણ ઉપયોગી છે? આપણે ઘણીવાર ડુંગળીના ફોતરાં ફેંકી દઈએ છીએ, પરંતુ જો તમે તેના ફાયદાઓ વિશે જાણશો તો ચોંકી જશો.

આંખોમાં રોશની વધારે છે
ડુંગળીના ફોતરાંમાં વિટામિન એ જોવા મળે છે. જે આંખોની રોશની વધારવાનું કામ કરે છે. તે રાતના અંધત્વ જેવા આંખ સંબંધિત રોગોને દૂર રાખવાનું પણ કામ કરે છે. તમારે માત્ર એક કામ કરવાનું છે.સૌથી પહેલા ઉકળતા પાણીમાં ડુંગળીના ફોતરાં નાખો અને પછી તેને ગાળીને પી લો. તેનાથી તમારી ત્વચા સારી થશે અને ચમક પણ આવશે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે
વિટામીન A ઉપરાંત વિટામીન સી પણ ડુંગળીના ફોતરાંમાં જોવા મળે છે. તેથી, જો તમે તેને પાણીમાં ઉકાળીને પીશો, તો તે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેના કારણે વાયરલ ઈન્ફેક્શનનો ખતરો પણ ઓછો થઈ જાય છે. અને શિયાળામાં તમને શરદી-ખાંસીની સમસ્યા નહીં થાય.

સ્વસ્થ અને રેશમી વાળ
જો તમારા વાળ ડ્રાય થઈ ગયા હોય તો પણ તમે ડુંગળીના ફોતરાંનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા પાણી લો અને તેમાં ડુંગળીના ફોતરાં નાખો અને એક કલાક પછી તે જ પાણીથી વાળ ધોઈ લો. તેનાથી તમારા વાળ ખરવાની સમસ્યા દૂર થશે.

હૃદય રોગથી બચાવે છે
જો તમે હૃદય રોગથી દૂર રહેવા માંગતા હોવ તો ડુંગળીના ફોતરાંનો આ રીતે ઉપયોગ કરી શકો છો. સૌ પ્રથમ ડુંગળીના ફોતરાંને લો અને પછી તેને એક કડાઈમાં મૂકો. પછી તેમાં તે મુજબ પાણી ઉમેરો. પાણી ઉમેર્યા બાદ તેને ઉકાળો. આ પાણીને સારી રીતે ગાળી લો અને પછી પી લો. આ તમારા હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડશે.