કોંગ્રેસની સરકાર બાદ 2014ના ભાજપે કેન્દ્રમાં સરકાર બનાવવા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા. ત્યારબાદથી પાછલા વર્ષમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી. આ બધાની વચ્ચે કેન્દ્ર સરકારે દાખલ કરેલી ‘નોટબંધી’ અને ‘જીએસટી’ ની માયાજાળમા અનેક લોકો બરબાદ થઈ ગયા અને અનેક લોકો વગર કારણે મોતને ભેટ્યા. બેરોજગારોની સંખ્યા સેંકડોને પાર ગઈ. અનેક વેપારીઓ, કારખાનેદારો, ધંધા-રોજગાર બંધ કરવાનું વિચારી રહ્યા છે. વ્યાજખોરો નું વિષચક્ર મજબૂર લોકોને ડંખી રહ્યું છે. પાછલા બે વર્ષ સુધી લોકો કંટાળીને તોબા પોકારી રહ્યા છે આમ છતાં ભારત સરકારનો રહસ્યમય મૌન લોકોને ડંખી રહ્યું છે. માણસ એક વખત વિકટ પરિસ્થિતિ સહન કરી શકે પરંતુ કાયમ માટે જો પરિસ્થિતિ વિકટ બને તો જીવવાનું અશક્ય બની જાય. આજે દેશભરમાં મોદી સરકારના ગણ્યાગાંઠ્યા 15 વિશ્વાસપાત્ર પરિવાર સિવાય આમ જનતાના ચહેરાઓ પર ખુશી ખોવાઈ ગઈ છે.
જ્યારે નોટ બંધી કરવામાં આવે ત્યારે થોડી જનતા હસતે મોઢે તેને આવકારી હતી અને પોતાના પૈસા બદલવા માટે લોકો લાઈનમાં ઉભા રહી ગયા હતા. આમ છતાં ઉત્તરપ્રદેશ એ ભાજપને જીતાડી હતી. નોટ બંધી બાદ લોકોને વિશ્વાસ હતો કે આવતીકાલે ફરી વેપાર-ધંધા ધ માંડશે અને ભ્રષ્ટાચારમુક્ત વ્યવસ્થાનું નિર્માણ થશે. નોટ બંધી બાદ તરત જ કોઈપણ પ્રકારની પૂર્વતૈયારી વગર જીએસટી લાગુ કરવામાં આવ્યું. જીએસટી ના કારણે નાના નાના ધંધા પડી ભાંગ્યા. નોટબંધી અને જીએસટી માં જ અંદાજે બે કરોડ લોકો બેરોજગાર બન્યા.
હવે ક્રમશઃ પરિસ્થિતિ વધુ અઘરી બનતી જાય છે અને આવી સ્થિતિ વધુ લાંબો સમય ચાલશે તો સમાજનો ખૂબ જ મોટો મજબૂર વર્ગ આત્મહત્યાનો અથવા તો ગુનાખોરીના માર્ગે વળશે. દેશભરમાં ધોળા દિવસે લૂંટ થતી જોવા મળે છે. પ્રમાણમાં શાંત અને સમૃદ્ધ કરતાં ગુજરાત રાજ્યમાં વધતી જતી ગુનાખોરી ભવિષ્ય તરફ આંગળી ચીંધી રહી છે. આજે હજારો રત્નકલાકારો પાછલા દસ દિવસમાં જ આત્મહત્યા કરવા પર મજબુર થયા છે. ભલે જનતા માને કે ન માને પરંતુ આ બધી જ પરિસ્થિતિ નોટ બંધી અને જીએસટી ને કારણે જ ઉદ્ભવી છે.
દેશની આવી ગંભીર પરિસ્થિતિ અંગે સરકાર અંધારામાં હશે એવું માનવું મૂર્ખતા છે. સરકારના પરિસ્થિતિ નો ખ્યાલ છે જ પરંતુ સરકાર પોતાના ‘અહમ’ને કારણે અથવા તો અન્ય સ્વાર્થને કારણે કોઈ પણ પગલાં લેવા માંગતી નથી. સરકાર બેંકોના કરોડો રૂપિયા ચોરી જનાર લૂંટારાઓને ભાગવાનો મોકો આપે છે પરંતુ કેનાલમાંથી પાણી લેતા ખેડૂતોને જેલમાં પૂરી દે છે. હવે સરકારે યોગ્ય આર્થિક નીતિ ઘડવી જરૂરી છે અથવા તો જનતાને જાગૃત બનીને સરકાર નો વિરોધ કરવો જોઈએ.