નર્મદા કેનાલમાં પાલનપુરના નવયુવાને લગાવી મોતની છલાંગ: સ્યુસાઈડ નોટમાં જણાવી હકીકત, પોલીસ પણ ચોંકી ઉઠી

ગુજરાત: છેલ્લા ઘણા સમયથી રાજ્ય (State) માં આપઘાત (Suicide) નાં બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં એક આવી જ ઘટના સામે આવી છે. થરાદ (Tharad) તાલુકામાં આવેલ દોલતપુરા (Dolatpura) ગામ (Village) ના યુવકે સમાજના લોકો છેલ્લા 10 વર્ષથી હેરાન કરતાં હોવાની સ્યુસાઈડ નોટ (Suicide note) લખીને નર્મદા કેનાલમાં પડતું મુક્યું હતું.

આની સાથે જ સ્યુસાઈડ નોટમાં યુવકે એવા પણ આક્ષેપો મુક્યા છે કે, થરાદ પોલીસમથકેમાં ઉપરોક્ત શખસો વિરુદ્ધ 9 માર્ચ 2013ના રોજ થરાદ પોલીસ મથકમાં અરજીઓ પણ આપવામાં આવી હતી પણ પોલીસે કોઇ પ્રકારની કાર્યવાહી કરી ન હતી.

સોમવારની બપોરે પાલિકાના તરવૈયા સુલતાન મીર તથા તેમની ટીમ સોમવારની બપોરે 12 વાગ્યાનાં સુમારે કેનાલમાં પાણીની મોટર અંગેની કામગીરી કરી રહ્યા હતા. આ વખતે દોલતપુરા ગામનો નટવરભાઈ જગસીભાઈ પંડ્યા દોડતો દોડતો તેમની નજર સામે જ વાવ હાઈવે પર આસારામ આશ્રમ સામેના પૂલ નીચે કેનાલમાં પડ્યો હતો.

તેમણે આ જોઈ લેતાં તેને બચાવવા માટે દોડ્યા હતા પણ ત્યાં સુધીમાં ડુબી જતાં બચાવી શકાયો ન હતો. ફક્ત 15 મિનિટમાં જ તેનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો. બપોરનાં 2:30 વાગ્યાનાં સુમારે તેનો મૃતદેહ કેનાલ પર જ પડી રહ્યો હતો. આ અંગે પરિવારને જાણ કરવામાં આવી હતી.

સ્યુસાઈડ નોટ: મારો દસ વર્ષથી વિરોધ કરે છે
પંડ્યા અંબારામભાઈ જગસીભાઈ, ધર્મીબેન અંબારામભાઈ, હેમંતભાઈ અંબારામભાઈ, નથાભાઈ જગસીભાઈ, શાંતાબેન નથાભાઇ અને પ્રકાશભાઈ નાથાભાઈ. જે નામની યાદી બનાવી તેઓ મારો છેલ્લા 10 વર્ષથી વિરોધ કરી રહ્યા છે. તેઓ મારા દુશમન માનો, 10 વર્ષ પહેલા મને મારા ઘરે આવીને માર મારી પલોટેથી નથાભાઇના ઘર સુધી મને મારતા આવ્યા હતા.

સેંગલ રમેશભાઇ અને ભાઇના પડોશી છે. તેઓ આવ્યા એટલે મને પકડેલ હતો તે છોડાવ્યો એટલે હું રાત્રે 9 વાગ્યે બહાર દોડી ગયો હતો. આજ દિન સુધી મારો વિરોધ કરી રહ્યા છે. આ અંગે અરજી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. અરજી માટે કયાંય કામ ન આવી હતી.

મારા ભાઇઓ મને એમ કહેતા હોય છે કે, થરાદ,પાલનપુર કે ગાંધીનગર સુધી તથા કોઇ પોલીસ ધમકી પણ ન આપી શકે. એટલી અમારામાં તાકાત છે. શુક્રવારે મારી છોકરીને તેમને ઘેર લઇ ગયેલ છે. હાલમાં એમનાં જ ઘેર છે. જનતા હાઇસ્કુલે આવીને છોકરીને તેડી જવાનું કહેતા મારા દોલતપુરા ગામના વ્યકિતને પુછી લેવાનું કે, પંડ્યા નટવરભાઇ કેટલા વર્ષથી ઘેર આવ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *