યુક્રેનમાં અધૂરા અભ્યાસે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વ્હારે આવ્યું રશિયા, કરી આ મોટી જાહેરાત

ઘણા લાંબા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia and Ukraine war) ચાલી રહ્યું છે. આ યુદ્ધના પરિણામે ભારતના તબીબી શાખામાં અભ્યાસ કરતા સેકંડો વિદ્યાર્થીઓને…

ઘણા લાંબા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia and Ukraine war) ચાલી રહ્યું છે. આ યુદ્ધના પરિણામે ભારતના તબીબી શાખામાં અભ્યાસ કરતા સેકંડો વિદ્યાર્થીઓને પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડીને યુક્રેનથી તેમના વતન પરત ફરવું પડ્યું હતું. જેના કારણે ભારતીય મેડિકલ શાખાના વિદ્યાર્થીઓના (Medical students) અભ્યાસમાં ઘણું નુકસાન થયું હતું.

ફેબ્રુઆરી 2022ના અંતમાં જ્યારે રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ ચાલુ કર્યું ત્યારે યુક્રેનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને (Indian students) યુક્રેનથી પોતાના વતન પરત લાવવામાં આવ્યા હતા. ભારતીય મેડિકલ શાખાના હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય યુદ્ધને કારણે ડગી ગયું છે. આવી યુદ્ધની પરીસ્થિતિમાં તેમનો અભ્યાસ પૂર્ણ કરવાની બાબતને ધ્યાનમાં લઈને રશિયાએ વિદ્યાર્થીઓને તેમનો આગળનો અભ્યાસ ચાલુ રાખવા માટે રશિયામાં આવવાની ઓફર આપી છે.

ભારતના ચેન્નાઈમાં આવેલ રશિયન કોન્સ્યુલ જનરલ ઓલેગ કહ્યું કે, યુક્રેનથી પરત આવેલા ભારતીય વિદ્યાર્થીઓ તેમનો આગળનો મેડિકલ અભ્યાસ રશિયામાં પૂર્ણ કરી શકે છે. ઓલેગે ભારતીય વિદ્યાર્થીઓને રશિયામાં અભ્યાસ કરવા માટે આમંત્રણ આપ્યું છે. તેમણે જણાવ્યું કે, યુક્રેન અને રશિયા બંને જગ્યાએ મેડિકલ અભ્યાસનો કોર્સ લગભગ એક સરખો જ છે. આ સાથે યુક્રેનના મોટાભાગના લોકો રશિયન બોલે છે, તેના કારણે વિદ્યાર્થીઓ અહીંની બોલી પણ સમજી શકે છે.

ક્વીનમાં આવેલ ભારતીય દૂતાવાસે 23 ઓક્ટોબરે એક એડવાઈઝરી જાહેર કરી કે, હાલમાં યુક્રેનમાં રહેતા ભારતીય નાગરિકોને વહેલામાં વહેલી તકે યુક્રેન છોડે. ઓલેગે જણાવ્યું કે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે રશિયા જાય છે અને ત્યાં શિષ્યવૃત્તિ માટે અરજી પણ કરે છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ માટે રશિયા અને યુક્રેન જાય છે. પરંતુ યુદ્ધના કારણે વિદ્યાર્થીઓ તેમનો અધુરો અભ્યાસ પૂરો કરવા યુક્રેન પરત જઈ નથી શકતા.

કેમ મેડિકલ અભ્યાસ માટે વિદ્યાર્થીઓ યુક્રેન જાય છે?
ભારતમાંથી દર વર્ષે મેડિકલનો અભ્યાસ કરવા કેટલાય વિદ્યાર્થીઓ યુક્રેન જઈ રહ્યા છે. તેનું મોટું કારણ એ છે કે, ભારત કરતા યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ ખુબ જ સસ્તો છે. જો કોઈ વિદ્યાર્થી ભારતની કોઈપણ ખાનગી કોલેજમાંથી મેડિકલ અભ્યાસ કરે છે, તો તેની ફી લગભગ 80 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની છે, પરંતુ યુક્રેનની કોલેજમાં આ ફી માત્ર 25 લાખ રૂપિયા જ છે.

યુક્રેન પર રશિયાના આક્રમણના કારણે હજારો ભારતીયો યુક્રેનમાં ફસાયા હતા. આ યુદ્ધ દરમિયાન 22,500 ભારતીયોને 90 ફ્લાઈટની મદદથી યુક્રેનથી ભારત લાવવામાં આવ્યા હતા. આમાં મોટાભાગના વિદ્યાર્થીઓ યુક્રેનમાં રહીને મેડીકલ અભ્યાસ કરતા હતા. હવે આ વિદ્યાર્થીઓ પોતાનો મેડીકલનો અધુરો અભ્યાસ પૂર્ણ કરવા માટે છેલ્લા 9 મહિનાથી કાયદાકીય લડત લડી રહ્યા છે. આ તરફ રશિયાએ આ વિદ્યાર્થીઓને સામેથી આમંત્રિત કર્યા છે, અને જણાવ્યું છે કે, “જે વિદ્યાર્થી ઇચ્છે છે તે વિદ્યાર્થી રશિયા આવી તેમનો મેડિકલ અભ્યાસ પૂર્ણ કરી શકે છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *