AAP નેતાનો ફોટો સંભોગ કરતા વિડીયો પર મોર્ફ કરી વાઈરલ કરનાર ચેનલ પર સાયબર ક્રાઈમમાં ફરિયાદ

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભા ચુંટણી(Election 2022) નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો પણ વધતો જઈ રહ્યો છે. ભાજપ(BJP), કોંગ્રેસ(Congress) અને આમ આદમી પાર્ટી(AAP) પોતાના…

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભા ચુંટણી(Election 2022) નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો પણ વધતો જઈ રહ્યો છે. ભાજપ(BJP), કોંગ્રેસ(Congress) અને આમ આદમી પાર્ટી(AAP) પોતાના વિધાનસભા ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. પરંતુ આ બધા વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો ગઈકાલના રોજ એક સમાચાર ફરી રહ્યા હતા કે, આમ આદમી પાર્ટીના નેતા ગુલાબસિંહ યાદવ(Gulab Singh Yadav)ના રંગરેલીયા. શું આવા નેતાઓને ભરોસે ગુજરાત અપાય? આ પ્રકારના ન્યુઝ વાયરલ થયા હતા. તો જાણીએ શું છે આ પ્રકારના વિડીયો, ફોટો અને વાયરલ થયેલા ન્યુઝ વિશેની સચ્ચાઈ…

ફેક વિડીયો વાયરલ કરનાર ચેનલ પર દાખલ થઇ ફરિયાદ:
AAP ના લીગલ સેલ દ્વારા શાહીબાગ સ્થિત સાઇબર ક્રાઇમની ઓફીસ પર સ્ટાર ન્યૂઝ ડિજિટલ ઉપર AAP ના ચૂંટણી પ્રભારી ગુલાબ સિંહ યાદવનો ફોટો ખોટી રીતે વિડિઓ પર લગાવીને વાયરલ કરવા બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે. એટલે કે, AAP નેતાનો ફોટો સંભોગ કરતા વિડીયો પર મોર્ફ કરી વાઈરલ કરનાર ચેનલ પર સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટાર ન્યૂઝ ડિજિટલ ચેનલ પર એક બોગસ મહિલાનું ઈન્ટરવ્યું લેવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. માત્ર આટલું જ નહિ આ ઈન્ટરવ્યું કોઈ સાબરમતી નદી પાસે નહિ પરંતુ ન્યુઝ રૂમમાં ગ્રીન સ્ક્રીન પર લેવામાં આવ્યું હોય તેવું આ વિડીયોને જોતા જણાઈ રહ્યું છે. હાલમાં તો આ અંગે સ્ટાર ન્યૂઝ ડિજિટલ ચેનલ સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ફેક વિડીયો/ફોટો વાયરલ કરવા મુદ્દે દાખલ થઇ ફરિયાદ:
ગુજરાત AAP ના લીગલ સેલ પ્રમુખ પ્રણવ ઠક્કર દ્વારા સાયબર ક્રાઈમમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં કહ્યું છે કે, આરોપીના કૃત્ય કરવાના કારણે રાજકીય પક્ષની છબી અને પ્રતિષ્ઠાને બદનામ કરવામાં અને ખરડાવવામાં તેમજ એક પ્રામાણિક વ્યક્તિની પ્રતિષ્ઠાને બદનામ કરવામાં આવી છે. વધુમાં કહ્યું છે કે, સ્ટાર ન્યૂઝ ગુજરાતીમાં પ્રસારિત થયેલા વિડિયો ગુલાબસિંહ યાદવની પ્રામાણિકતાને બદનામ કરે છે.

વધુમાં ઉમેરતા કહ્યું છે કે, આગામી ડિસેમ્બર, 2022 માં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે નિર્ણાયક સમયે આવા પ્રકારના ખોટા વિડિયોને પ્રસારિત કરવાનો અંતિમ હેતુ ગુલાબસિંહ યાદવને બદનામ કરવાનો છે અને આ વિડીયો આમ આદમી પાર્ટીની પ્રતિષ્ઠાને અને ઈમાનદારીને નુકસાન કરે છે.

વધુમાં કહ્યું છે કે, આ વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કોઈપણ ફોટો એડિટિંગ એપ્લીકેશનનો ઉપયોગ કરીને ગુલાબસિંહ યાદવના ચહેરા સાથે અન્ય વ્યક્તિના શરીરને મોર્ફ કરવામાં આવે છે અને તે સ્પષ્ટપણે દર્શાવે છે કે શરીર અને ચહેરો મેળ ખાતા નથી અને  વિડિયોમાં વ્યક્તિ છે તે ગુલાબસિંહ યાદવ નથી. આમ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની જોગવાઈઓ હેઠળ આવા પ્રકારના અશ્લીલ વિડિયોને મંજૂરી નથી અને પછી ગુલાબસિંહ યાદવ નામના રાજકીય નેતા માટે ખોટી છાપ ઊભી કરવાના દૂષિત ઈરાદા સાથે ઈ-મીડિયા અને વિઝ્યુઅલ મીડિયામાં પણ આવા પ્રકારના વીડિયો પ્રસારિત કરવામાં આવે છે. જે આમ આદમી પાર્ટી અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલ કે જેઓ આમ આદમી પાર્ટીના નેતા છે તેમના માટે વિપરીત અસર થશે. આ પ્રકારના વિડિયોને પ્રસારિત કરતી ન્યૂઝ ચેનલનું ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળનો ગુનો તેમજ ભારતીય દંડ સંહિતા હેઠળ બદનક્ષી સમાન ગુનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *