પાછા માસ્ક વસાવી લેજો! ગુજરાતના શહેરમાં ફરજીયાત થયું માસ્ક, જો નહિ હોય તો ખિસ્સા થઇ જશે ખાલી

અમદાવાદ(ગુજરાત): અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ જાહેર સ્થળો, ભીડભાડવાળી જગ્યાઓ, મોલ, મલ્ટિપ્લેક્સ કોમર્શિયલ કોમ્પ્લેક્સ વગેરે પર કોરોના ગાઈડલાઈનની તપાસ શરૂ કરશે. જે લોકો કોરોના માર્ગદર્શિકાનું પાલન કરશે તેમને સજા કરવામાં આવશે, જેથી લોકોએ ફરી એકવાર માસ્ક પહેરવું જરૂરી છે, અને જે કોઈ માસ્ક નહીં પહેરે તેને દંડ કરવામાં આવશે.

આ અંગ્ર  આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આ દરમિયાન, અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન સોમવારથી કરવામાં આવશે. જેના માટે અલગ અલગ ટીમો જાહેર સ્થળો પર ચેકિંગ કરશે.

લોકોને અપીલ છે કે, તેઓ માસ્ક પહેરે અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે. હાલમાં અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસટી સ્ટેશન પર કોરોનાનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, જરૂર પડશે તો આગામી દિવસોમાં વિવિધ સ્થળોએ ટેસ્ટીંગ ડોમ પણ બનાવવામાં આવશે.

રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. ધીરે ધીરે કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આવતીકાલ, સોમવારથી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની કવાયત શરૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *