આ દેશી જડીબુટીના સેવનથી હાર્ટઅટેક જેવા મોટા રોગોથી પણ બચી શકાય છે.

એ કહેવત સાંભળી જ હશે કે ઉપચાર કરાવવા કરતા રોકધામ કરવી વધુ સારી. કંઈક આ વાત પણ હૃદયરોગની બાબતમાં પણ ફિટ બેસે છે. દિલ આપણા…

એ કહેવત સાંભળી જ હશે કે ઉપચાર કરાવવા કરતા રોકધામ કરવી વધુ સારી. કંઈક આ વાત પણ હૃદયરોગની બાબતમાં પણ ફિટ બેસે છે. દિલ આપણા શરીરનું મહત્વનું અંગ છે, જો તેમાં એક ટકા પણ ખોટ આવે તો વ્યક્તિનો જીવ જોખમમાં મૂકાઈ જાય છે. એટલા માટે હૃદયનું રક્ષણ કરવું તે તમારી પોતાની જવાબદારી છે. આજે અમે તમને એવી બાબતો વિશે જણાવવા માગીએ છીએ જેમાં તમારા હૃદયની સુરક્ષા સાથે જોડાયેલી છે અને અમે એવી જડીબુટીઓ વિેશે જણાવવા માગીએ છીએ, જેનાથી હૃદય હંમેશા તંદુરસ્ત રહે છે.

ભારતીય દેશી બુટીઓઃ-

આમળાઃ- આમળામાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટે છે અને એન્ટી-ઓક્સીડેન્ટની માત્રા વધે છે જેનાથી હૃદય સંબંધી રોગો દૂર થાય છે.

હળદરઃ- હળદર સાચે જ એક ચમત્કારી હર્બલ બુટી છે. તેમાં દિલને તંદુરસ્ત રાખવા માટેના બધા જ ગુણો છે. તેના સેવનથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.

લસણઃ- લસણના સેવનથી હૃદય સંબંધી સમસ્યાઓ ઓછી થઈ જાય છે. તેમાં શરીરમાં ગરમી પેદા કરનારા ગુણો હોય છે જે લોહીમાં ગરમી લાવે છે.

આદુ – આદુ એક લાભકારી ઔષધી છે જેમાં અનેક પ્રકારના ગુણો હોય છે. તેના સેવનથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં સુધોર થાય છે.

બિલબેરીઃ- બિલબેરી કૈનેબેરીનું સિસ્ટર પ્લાન્ટ છે અને તમાં ગુણો પણ એના જેવા જ છે. તેના સેવનથી ધમનીઓમાં રક્તનો સંચાર સારી રીતે ચાલતો રહે છે.

હોથ્રોન બેરીઃ- હોથ્રોન બેરી હૃદયની સુરક્ષા કરે છે. તેમાં એવા ગુણો હોય છે જે દિલને સ્વસ્થ બનાવી રાખે છે.

લાલ મરચુઃ- લાલ મરચાનું સેવન કરવાથી મુખ અને આંખોમાંથી પાણી આવી જાય છે પરંતુ તે દિલની બધી બીમારીઓનો નાશ કરી દે છે. તમે ઈચ્છો તો તેને અજમાવી શકો છો.

ગિકગો બીલોબાઃ- આ એક પ્રકારની ચીની ઔષધી છે જે શરીરમાં રક્ત સંચારને સારું બનાવે છે અને શરીરમાં હૃદયની ગતિવિધીઓને સુચારુ બનાવી રાખવામાં મદદરૂપ થાય છે.

ઓરિગોનોઃ- તે અજમાના પાન જેવું હોય છે જે પ્રાકૃતિક જડીબુટીઓની સાથે મિક્સ કરીને ઉપયોગ કરી શકાય છે.

ગ્રીન ટીઃ- આજકાલ ગ્રીન ટીને ક્રેઝ વધી રહ્યો છે કારણ કે તે ખૂબ જ લાભકારી હોય છે. તેને પીવાથી શરીરની કોશિકાઓ અને ધમનીઓમાં ઊર્જા અને રક્ત સંચાર સારી રીતે થવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *