રાજ્યની સરકારી અને સેલ્ફ ફાયનાન્સ કોલેજોને બચાવવા માટે સરકાર મેદાનમાં આવી છે. રાજ્યની મોટી મોટી યુનિવર્સિટીઓમાં વિવિધ કોર્સમાં 1 લાખથી વધારે સીટો ખાલી છે. જોકે નવાઈની વાત એ છે એક તરફ વિદ્યાર્થીઓ ઉંચી ફી હોવાથી એડમીશન લેવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. તેવામાં કોલેજોની ફી ઘટાડવાના બદલે સરકાર હવે ખાલી રહેતી સીટો ભરવા માટે દેશ અને દૂનિયામાં માર્કેટિંગ કરવા માટે જશે.અને એ પણ રાજ્ય સરકારના ખર્ચે. સ્ટડી ઈન ગુજરાત કોન્સેપ્ટથી રાજ્ય સરકાર દ્વારા રોડ શો યોજાશે.
આ રીતે થશે કાર્યક્રમ
જેમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને રાજ્યકક્ષાના પ્રધાન વિભાવરીબેન દવે અને ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ સહિત યુનિવર્સિટીના લોકો પણ જોડાશે. પશ્ચિમ એશિયામાં 14થી 23 જાન્યુઆરી અને 21થી 29 જાન્યુઆરી સુધી દેશના વિવિધ શહેરોમાં રોડ શો યોજાશે. સરકારના આ અભિયાનમાં ગુજરાત સરકારની 22 સરકારી અને ચાર ખાનગી યુનિવર્સિટીઓ પણ સ્ટડી ઈન ગુજરાતમાં જોડાઈ છે. એક આંકડા પ્રમાણે રાજ્યમાં વિદેશના અંદાજે 10 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
દેશ-વિદેશમાંથી વિદ્યાર્થીઓને ગુજરાતમાં અભ્યાસ કરવા આકર્ષે છે. આ માટેનાં આ રોડ શો પ્રચાર અભિયાનમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉચ્ચ શિક્ષણ સચીવ અંજુ શર્મા સહીતના સીનીયર અધિકારીઓ વિદેશમાં પ્રવાસ કરશે. 15 થી 22 જાન્યુઆરી સુધી કૂવૈત, દુબઈ, મસ્કત, રિયાધ જેવા પશ્ચિમ એશીયાઈ દેશોમાં રોડ શો થશે. આ સિવાય શ્રીલંકા, નેપાળ ઝીમ્બાબ્વે, બાંગ્લાદેશ કેન્યા, ઈથોપીયા, યુગાંડા, તથા ભૂટાનમાં પણ રોડ શો થશે. શ્રીનગર જેવા 10 ભારતીય શહેરોમાં પણ રોડ શો થશે.
ગુજરાત સરકારની 22 સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ અને ચાર કોલેજો ‘સ્ટડી ઈન ગુજરાત’ અભિયાનમાં ભાગ લઈ રહી છે. CEPT, ગણપત યુનિવર્સિટી, IIT-RAM, GNLU, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી સહિતની 22 યુનિવર્સિટી આ અભિયાનમાં ભાગ લઈ રહી છે. આ ઉપરાંત ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, એલડી કોલેજ ઑફ એન્જિનિયરિંગ, સાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જીનિયરિંગ એન્ડ ટેકનોલોજી રિસર્ચ અને VGECનો પણ સમાવેશ થાય છે.
બીજેપી સરકાર બાંગ્લાદેશીઓને ગુજરાતમાં ભણવા બોલાવશે
કેન્દ્રની ભાજપ સરકાર CAAના નામે બાંગલાદેશી ઘૂસણખોરોને દેશ બહાર કાઢવામાં આવે છે તેવામાં ગુજરાત સરકાર પ્રાઇવેટ કોલેજોના શિક્ષણનો વેપાર વધારવા સરકારી ખર્ચે બાંગ્લાદેશ જે સામેથી ભણવા આવવાનું આમંત્રણ આપશે. આ બેવડા ધોરણો મુદ્દે સવાલો પુછાયા તો અગ્ર સચિવ એ ‘પ્લીઝ પોલિટિકલ મુદ્દો ન બનાવશો’ એવું કંઈ જવાબને ટાળ્યો હતો. દેશની ટોપ 100માં ગુજરાતની એક પણ યુનિવર્સિટી નથી. સ્થાનિક સ્તરે શિક્ષણનું સ્તર એકદમ કથળેલું છે. એવામાં સરકાર કુવૈત, દુબઈ, મસ્કત, રિયાધ, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, શ્રીલંકા, કેન્યા, ઝિમ્બાબવે, ઇથોપિયા, યુગાન્ડા વગેરે દેશોમાં રોડ શૉ કરશે.
કોઈપણ પ્રકારના પ્રચાર કર્યા વગર પહેલાથી જ ગુજરાતમાં ૧૦ હજારથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. આ વર્ષે જ 2100 ફોરેનરે એડમિશન લીધું છે. તેમ છતાં સરકારી ખર્ચે સ્ટડી ઈન ગુજરાતનો તાયફો થઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.