કોરોનાને કારણે દેશભરમાં લોકડાઉન છે. જેને લઈને લોકોને પોતાનું હેલ્થ ચેકઅપ કરાવવા જવા માટે મુશ્કેલી પડી રહી છે. જેથી સામાન્ય જનતા પોતાનું ચેકઅપ ઘરે બેઠા જ કરાવી શકે તે માટે અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવે છે. જેમાં Whatsapp ઉપર ‘Hi’ કહો કે તરત વળતા મેસેજની લીંક પર ફોર્મ ભરવાથી 24 કલાકમાં જ તમારુ હેલ્થ ચેક થઇ જશે.
અમદાવાદ જિલ્લામાં થર્મલ સ્ક્રિનીંગ, હેલ્થ ચેક-અપ, સેનીટાઈઝેશન, શહેરમાંથી લોકોની અવર જવર પર નિયંત્રણ સહિત અનેક રક્ષાત્મક પગલા લેવાયા છે. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા શરુ કરાયેલા લાઈવ ડેશ બોર્ડ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ઘર આંગણે જ 24 કલાકમાં લોકોના હેલ્થ ચેકઅપની વ્યવસ્થા ઉપલબ્ધ કરતો નવો અભિગમ શરુ કરાયો છે.
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું છે કે, “જિલ્લામાં કોરોનાનું નિયંત્રણ કરવા અનેક પગલા લેવાયા છે. તે પૈકી હેલ્થ ચેક અપ પણ મહત્વનું પાસુ છે. જો કે આટલી મોટી સંખ્યામાં એક સાથે હેલ્થ ચેક અપ કરવું અઘરુ છે ત્યારે આના માટે આરોગ્ય શાખા દ્વારા લાઈવ ડેશ બોર્ડ કાર્યરત કરાયું છે.’
આ સુવિધાઓ ઉલ્લેખ કરી તેમણે વધુમાં જણાવ્યું છે કે, જિલ્લાના તમામ ગામોમાં ગ્રામ યોધ્ધા કમિટી બનાવાઈ છે. ગામમાં કોઈને પણ તાવ-શરદીના લક્ષણો હોય તો આ કમિટીના સભ્યો નિયત કરાયેલા Whatsapp નંબર 90162-72810 (9016272810) માત્ર (Hi) લખીને મેસેજ કરશે તો તરત જ મેસેજ કરનાર વ્યક્તિના મોબાઈલ વળતા મેસેજમાં એક લિંક આવશે, આ લિંક ખોલવાથી તેમા ઉપલબ્ધ ફોર્મ ભરીને મોકલવાનું રહેશે.
આ વિગત જિલ્લ્લાના ડેશ બોર્ડમાં આવશે ત્યાંથી તાલુકા મારફતે સંબંધિત વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવશે અને તેના દ્વારા 24 કલાકમાં જે તે વ્યક્તિની તપાસ-નિદાન કરવામાં આવશે. અને જો કોઈ પોઝીટીવ લક્ષણો જણાઅશે તો નજીકની હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news