ધારા 370 દૂર થયા બાદ જાણો કશ્મીરમાં કઈ વસ્તુના કેટલા ભાવ છે ? જુઓ વિડીયો

જમ્મુ કશ્મીરમાંથી ધારા 370 દૂર કર્યા પછી કેન્દ્ર સરકાર ત્યાં કોઇ આતંકી ઘટના ન બને તે માટે દિવસ-રાત એક કરી રહી છે. દેશની સુરક્ષાની જેની જવાબદારી છે તેવા સૌથી મોટા અધિકારી અજીત ડોભાલ સતત કશ્મીરમાં જ ફરી રહ્યા છે. અજીત ડોભાલ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર છે.

તેઓ શનિવારે કશ્મીરમાં આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત અને ત્રીજા મોટા શહેર અનંતનાગમાં ગયા હતા. આગામી દિવસોમાં બકરી ઇદ છે. એટલે ત્યાં પર્વતીય વિસ્તારોમાંથી ઘેટાં વેચવા માટે લોકો આવ્યા હતા. ડોભાલે આ લોકો સાથે વાતચીત કરી હતી. તેમણે ઘેટાં વેચવા આવેલા લોકો ને તેઓ ક્યાંથી આવ્યા છે અને ઘેટાંના શું ભાવ છે તેવા સવાલો કર્યા હતા.


ઉલ્લેખનીય છે કે ઇદ આવતા પહેલા કશ્મીરના પર્વતીય વિસ્તારોમાંથી મોટાપાયે લોકો તેમના ઘેટાં અને બકરા લઇને શહેરોમાં વેચવા આવતા હોય છે. આ વખતે ત્યાં કર્ફ્યું લાગ્યો હોવાથી તેમને તકલીફ પડી રહી છે. વેચાણ તો થઇ રહ્યું છે પરંતુ લોકો અડધા ભાવે ખરીદી કરી રહ્યા છે.

જોકે, ધીરે ધીરે ત્યાં પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે. કર્ફ્યુમાં છૂટછાટ અપાઇ રહી છે. શુક્રવાર આવતા પહેલા એવું કહેવાતું હતું કે શુક્રવારની નમાજ વખતે ત્યાં દેખાવો થવાની શક્યતા છે. પરંતુ એકદંરે શાંતિ રહી છે. સરકારે 70 જેટલા આંતકીઓને ત્યાંની જેલોમાંથી આગરા શિફ્રટ કરી દીધા છે.

મહેબુબા મુફ્તી જેવા નેતાઓ અને હુરિયતના નેતાઓને નજરકેદ કરાયા છે. આમ, સરકારની સ્ટ્રેટેજી અને આગોતરી તૈયારીને કારણે કશ્મીર થોડા સમયમાં શાંત થઇ જશે,તેવું લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *