ઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક પરિણીત મહિલાએ તેના પતિ ઉપર આરોપ લગાવતા ઘંટાઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, મહિલાને તેના પતિ દ્વારા તેના મિત્રને વેચી દેવામાં આવી છે. પોલીસને અપાયેલી ફરિયાદમાં મહિલાએ આરોપ લગાવ્યો કે, તેનો પતિ આખો દિવસ નશો કરે છે. આ વ્યસન પૂરૂ કરવા માટે પૈસાની જરૂર હોવાથી તેણે તેના મિત્રને સોંપી દીધી હતી. પતિએ તેના મિત્ર સાથે આ મહિલાની સાથે નગ્ન ફોટા પડાવી લીધા હતા. ઊભા રહીને ન્યૂડ ફોટો લીધો હતો. આ પછી, આ ફોટા બતાવીને તે કોઈ પણ અન્ય મિત્ર સાથે પણ શારીરિક સંબંધ બાંધવા માટે બ્લેકમેઇલ કરતો રહ્યો હતો. આવું સતત 5 મહિના સુધી ચાલતું રહ્યું.
પોલીસ સ્ટેશનમાં એફ.આર.આઈ માં મહિલાના જણાવ્યા મુજબ, તેનો પતિ છેલ્લા 5 મહિનાથી બેકાર હતો અને ત્યાર પછી તે વ્યસની પણ થઈ ગયો હતો. જ્યારે તેને વ્યસન પૂર્ણ કરવા માટે રૂપિયા ન મળે તો મને મારતો પણ હતો. આ વ્યસન પૂરું કરવા માટે તેની પાસે પૈસા ન હતા. આવી સ્થિતિમાં તેણે જાટવાડી વિસ્તારમાં રહેતા તેના મિત્ર મોનુને તેના ઘરે બોલાવ્યો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની ફરજ પડી હતી. જ્યારે મહિલાએ ના પાડી, ત્યારે મિત્ર સાથે અશ્લીલ ફોટા ખેંચ્યા અને પછી તે મને બ્લેકમેલ કરવા લાગ્યો હતો.
મહિલાએ રજૂ કરેલી ફરિયાદ મુજબ ત્રણ મહિના સુધી પતિના મિત્રએ તેની સાથે ગેરકાયદેસર સંબંધ ચાલુ રાખ્યા હતા અને બદલામાં તેના પતિને રૂપિયા આપતો હતો. ત્રણ મહિના પતિના જુલમથી પરેશાન, પરિણીત મહિલા બાળકો સાથે તેના પિતાના ઘરે આવી અને હિંમત કરીને ફરિયાદ કરી હતી. પિતાએ તેમની પુત્રીને એસપી સમક્ષ રજૂઆત કરી અને ન્યાયની વિનંતી કરી હતી. હાલમાં પોલીસ દ્વારા તેના પતિની અને મિત્રની શોધખોળ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news