ભાવનગરની સિવિલમાં ગળેફાંસો ખાઈને નર્સે જીવનલીલા સંકેલી લીધી, બેગમાંથી સ્યુસાઈડ નોટ મળતા થયો ચોંકાવનાર ખુલાસો

ગુજરાત: રાજ્યનાં ભાવનગર શહેર (Bhavnagar city) માં આવેલ સર ટી.હોસ્પિટલ (Sir T. Hospital) માં ગઈકાલે સાંજના સમયે એક યુવતીએ હોસ્પિટલના સ્ટોર રૂમમાં જ ગળાફાંસો ખાઈને…

ગુજરાત: રાજ્યનાં ભાવનગર શહેર (Bhavnagar city) માં આવેલ સર ટી.હોસ્પિટલ (Sir T. Hospital) માં ગઈકાલે સાંજના સમયે એક યુવતીએ હોસ્પિટલના સ્ટોર રૂમમાં જ ગળાફાંસો ખાઈને આપઘાત (Suicide by choking) કરી લીધો હોવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટના સામે આવતા જ હોસ્પીટલ તંત્ર દોડતું થઈ ગયું હતું.

આની સાથે આ ઘટનાની જાણ થતાંની સાથે જ નિલમબાગ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી જ્ઞ ઓહ્તો તેમજ આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેરના હોસ્પિટલ તેમજ આરોગ્ય વર્તુળોમાં આ ઘટના ચર્ચાનુ કેન્દ્ર બની હતી. હવે આગળ જોઈએ આ ઘટના વિશે વિગતે…

પંખે લટકીને આપઘાત કર્યો:
શહેરની સિવિલ હોસ્પિટલના 7 માં માળે આવેલા મેડિસન સ્ટોરના સિસ્ટર રૂમનાં સ્ટોર રૂમમાં ગઈકાલે સાંજે 7.30 વાગ્યાના સુમારે અમીબેન તુલસીભાઇ મકવાણાએ રૂમમાં પંખાની સાથે દોરડા વડે લટકીને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના સામે આવતા હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું. આની જાણ પોલીસને થતાં નિલમબાગ પોલીસ મથકના PI ભાચકન સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરી લીધી:
આપઘાત કરનાર યુવતીની બેગમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી કે, જેને પોલીસ દ્વારા કબ્જે કરી લેવાઈ છે. મળી રહેલ જાણકારી મુજબ યુવતીને લગ્ન ન હોતા કરવા જેથી તેને આ પગલું ભર્યું હોવાનો ખુલાસો સુસાઇડ નોટમાં થયો છે. તેણીએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે, મારે લગ્ન નથી કરવાં એટ્લે આ પગલું ભરું છું, લવ યુ મમ્મી… લવ યુ પપ્પા.

જ્યારે બીજી બાજુ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની યુવતીના આપઘાતને લઈ હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું તેમજ પોલીસ દ્વારા યુવતીનો ફોન તેમજ અન્ય કેટલીક વસ્તુઓ કબ્જે લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હવે આગળ જોવું જ રહ્યું કે, શું થશે!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *