સમગ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. રાજકોટમાં આવેલ મેટોડામાં હિટ એન્ડ રનની ઘટનામાં ખિરસરા રહેતી નર્સ યુવતીનું મોત થયું છે. જ્યારે તેના પિતાને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
રાજકોટ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરી રહેલ યુવતી નાઇટ ડ્યૂટી પૂર્ણ થતાં પિતા એક્ટીવા લઈને તેડવા માટે આવ્યાં હતાં. બંને ઘરે પરત ફરી રહ્યાં હતાં ત્યારે ટ્રકચાલક ઠોકરે લઇને એક્ટવાને ઉલાળી દેતા પુત્રીનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે પિતાને ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માત સર્જ્યા પછી ટ્રકચાલક ફરાર :
ખિરસરા ગામમાં રહેતી 19 વર્ષીય સ્વીટી સંજયભાઇ મહંત રાજકોટની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. શુક્રવારે નાઇટ ડ્યુટી હોવાંથી વહેલી સવારમાં નોકરી પુરી થઇ હતી. પિતા સંજયભાઇ સિતારામ મહંતો દિકરીને તેડવા માટે એક્ટીવા લઇને રાજકોટ આવ્યા હતાં. અહિથી બંને પિતા-પુત્રી ખિરસરા જતા હતાં ત્યારે સવારમાં 11 વાગ્યે મેટોડા જીઆઇડીસી જોગમાયા હોટેલ નજીક ટ્રકચાલકે એકટીવાને ઠોકરે લઈ ફરાર થઈ ગયો હતો.
પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી :
અકસ્માતમાં નર્સ સ્વીટીને ગંભીર ઇજા પહોંચતાં ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. જ્યારે તેના પિતા સંજયભાઇને સારવાર અર્થે રાજકોટ લઈ જવામાં આવ્યા છે. તે મુળ બિહારના વતની છે, વર્ષોથી અહિં સ્થાયી થયા છે. સ્વીટી બે બહેન તેમજ એક ભાઇમાં નાની અને પરિવાર માટે આધારસ્તંભ હતી. બનાવથી પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યોહતો. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle