હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ ફિલ્મજગતની પ્રખ્યાત અભિનેત્રી નુસરત ભરૂચાની છેલ્લા ઘણા દિવસથી તબિયત ખુબ ખરાબ છે એમ છતાં અભિનેત્રી શૂટિંગ કરી રહી હતી. શૂટિંગના સમયે નુસરતની તબિયત એટલી ખરાબ હતી કે, તે માંડ માંડ ઊભી થઈને વાત કરી શકતી હતી.
નુસરતની હાલત અચાનક જ ખરાબ થતા તેને ફિલ્મના સેટ પરથી જ હિન્દુજા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. નુસરત ભરૂચા લવ રંજનની એક ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં આવેલ ફિલ્મ સ્ટૂડિયોમાં કરતી વખતે નુસરતને ચક્કર આવ્યા પછી ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે.
ફિલ્મમેકરે નુસરતની સાથે 23-24 દિવસનું શૂટિંગ કરી ચુક્યા છે. હજુ તો તેની સાથે મોટાભાગના સીનનું શૂટિંગ બાકી છે. ફિલ્મની અન્ય કાસ્ટ પણ શૂટિંગ નથી કરી રહી. કારણ કે. તેમનાં સીન્સ પણ નુસરતની સાથે વધુ રહેલા છે.
સંપર્ક કરવામા નુસરતે એ વાતની પુષ્ટિ કરી હતી કે, ડોક્ટરોએ તેને વર્ટિગો એટેક ગણાવ્યો છે, જે કદાચ તણાવને લીધે આવ્યો છે. હાલમાં ચાલી રહેલ મહામારીએ ભાવનાત્મક, શારીરિક તથા આર્થિક રીતે તમામ લોકોને ખુબ નુકસાન પહોંચ્યુ છે.
નુસરતે જણાવ્યું હતું કે, હું આ ફિલ્મના શૂટિંગ વખતે એક હોટેલમાં રોકાઈ હતી ત્યારે હોટેલ સેટથી પાસે હતો. હાલના સમયમાં મને લાગી રહ્યું છે એ ખુબ સારું રહેશે કે કેમ કે તેનાથી મને મારા ઘરેથી સેટ સુધી પહોંચવાનો જે સમય લાગે છે તે બચી જશે.
એક દિવસ, અંદાજે 3 સપ્તાહના શૂટિંગ પછી, મને કમજોરી મહેસૂસ થઈ હતી તેમજ મેં શૂટિંગ પર જવાની ના પાડી દીધી હતી. નુસરત ભરૂચાએ આગળ કહ્યું હતું કે, મેં વિચાર્યું કે હું એક કે બે દિવસમાં સ્વસ્થ થઈ જઈશ પણ બીજો દિવસ પણ મારી તબિયત લથડી હતી.
તેમ છતાં હું સેટ પર પહોંચીને થોડી મિનિટ પછી આ બધું થયું હતું. હું કંઈ કરી શકી નહી તેમજ મને હિન્દુજા હોસ્પિટલમાં લઈ જવામાં આવી તેમજ ત્યાંથી મને વ્હીલચેર પર ઉપર લઈ જવામાં આવી હતી. મારું બ્લડ પ્રેશર ત્યારે એમાં ઘટાડો થઈને 65/55 થઈ ગયું હતું.
નુસરતે કહ્યું હતું કે, ત્યાં સુધીમાં મમ્મી-પપ્પા હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. આગામી 6-7 દિવસ ખુબ ખરાબ હતા. હું હોસ્પિટલમાં દાખલ નહોતી થઈ, હું ઘરે દવાઓ લઈ રહી છું. બધી તપાસ થઈ ગઈ છે. ડોક્ટરે 15 દિવસ માટે બેડ રેસ્ટની સલાહ આપવામાં આવી છે.