કતારગામ-વરાછાવાસીઓને સરકારી કોલેજની જાહેરાત વચ્ચે એકમાત્ર ગ્રાન્ટેડ કોલેજ પણ સરકારે હવે પ્રાઇવેટ કરી દીધી

સુરત(Surat): શહેરમાં કતારગામ(Katargam) અને વરાછાવાસીઓ(Varachha)ને સરકારી કોલેજ(Government College)ની જાહેરાત વચ્ચે હવે એકમાત્ર ગ્રાન્ટેડ કોલેજને પણ હવે સરકારે પ્રાઈવેટ કરી દીધી છે. એક બાજુ સરકારી કોલેજના બણગા ફૂક્તી સરકાર જ હવે ગ્રાન્ટેડ કોલેજને પ્રાઈવેટ દરજ્જો આપી રહી છે.

સુરતમાં રેલ્વે સ્ટેશન સામે આવેલ ઓ હી નાઝર ગ્રાન્ટેડ કોલેજ(Shri O.H.Nazar Ayurved College)ને સરકારે હવે પ્રાઈવેટ કરી દીધી છે. આ સરકારી કોલજને પ્રાઈવેટ કરી દેવામાં આવતા હવે વિધાર્થીઓને ઘણી મુશ્કેલીઓ ભોગવવાનો વખત આવી શકે છે. આ કોલેજને પ્રાઈવેટ દરજજો આપવામાં આવતા હવે વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટે 25 હજારની જગ્યાએ 2.80 લાખ રૂપિયા ફિ ચુકવવી પડશે.

આ પ્રાઈવેટ દરજ્જો એટલા માટે આપવામાં આવ્યો કે, આ કોલેજમાં થતા ખર્ચા અંગે સરકાર કોઈ પણ પ્રકારનો ખર્ચ ચુકવતી ન હતી એટલે સંસ્થાએ જાતે સેલ્ફ ફાઈનાન્સનો દરજ્જો માંગ્યો હતો. જેથી હવે આ એકમાત્ર ગ્રાન્ટેડ કોલેજને પણ સરકારે હવે પ્રાઇવેટ કરી દીધી છે.

જણાવી દઈએ કે, દક્ષિણ ગુજરાતમાં એક માત્ર આયુર્વેદ કોલેજ હતી જ્યાં સસ્તી ફિમાં વિધાર્થીઓ ભણી શકતા હતા પરંતુ હવે સરકાર દ્વારા આ કોલેજને પ્રાઈવેટ કોલેજનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે. એટલે હવે વિધાર્થીઓને ધરખમ ફિ ભરવી પડી શકે છે.

ઓ હી નાઝર ગ્રાન્ટેડ કોલેજમાં પ્રોફેસરો, લેકચર્સ, ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ, આર.એમ.ઓ, નર્સિગ, લેબ ટેકનિશિયન મળીને કુલ 90 થી 100 જેટલા વ્યક્તિઓનો સ્ટાફ હતો અને આ તમામને સરકારની ગ્રાન્ટમાંથી પગાર આપવામાં આવતો હતો. પરંતુ જેમ જેમ કર્મચારીઓ નિવૃત થતા ગયા તેમ તેમ તેમની જગ્યાએ નવી વ્યક્તિની નિમણુક કરવાની મંજુરી સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું હતું. રાજ્ય સરકારને કોલેજ ચાલે તેમાં ર્સ નહોતો. આજે કોલેજમાં માત્ર બે જ પ્રોફેસરો બચ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *