મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે obc ક્વોટા ની ટકાવારી વધારવા માટેના અધ્યાદેશને મંજૂરી આપી દીધી છે. મધ્યપ્રદેશ ની કોંગ્રેસ સરકાર દ્વારા obc અનામતની ટકાવારી 14થી 27 ટકા સુધી કરવા માટે એક અધ્યાદેશ લાવી હતી. જેને રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે. અધ્યાદેશ ગેઝેટ દ્વારા શનિવારે પ્રસ્તુત કરવામાં આવ્યુ હતું..
કોંગ્રેસ દ્વારા 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને મધ્યપ્રદેશમાં ઓબીસી મતને પોતાની તરફ આકર્ષવા માટે અધ્યાદેશ લાવ્યા છે. કોંગ્રેસના આ પગલાને લઇ ને આવનારી લોકસભા ચૂંટણીમાં મોટો ફાયદો થઈ શકે છે. આ બાબતે મધ્યપ્રદેશના કાયદા પ્રધાન પીસી શર્મા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પગલાંથી રાજ્યના ઓબીસી સમાજને ફાયદો થશે અને કોંગ્રેસના આ પગલાને લઇને સીધી અસર લોકસભા ચૂંટણીમાં પણ દેખાશે.
એક માહિતી અનુસાર મધ્યપ્રદેશમાં 52 ટકાથી વધુ ઓબીસી સમાજ ના મતદારો છે 2018 ની ચૂંટણી દરમિયાન ભાજપે આપેલી જાણકારી અનુસાર ૫૦ ટકાથી વધુ ઓબીસી વોટ પોતાની તરફ લીધા હતા. જેના કારણે તેમને કોંગ્રેસ સામે સામાન્ય સરસાઇથી હાર મળી હતી. લોકસભાની સીટ ની વાત કરીએ તો હાલમાં ભાજપ પાસે મધ્યપ્રદેશની 29 માંથી 26 બેઠક છે. આમ કોંગ્રેસ દ્વારા અનામત કોટા ને વધારીને માસ્ટર સ્ટ્રોક ખેલવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં મધ્યપ્રદેશમાં શિડ્યુલ કાસ્ટ ને 16% એસટીને 20% અને ઓબીસીને 14 ટકા અનામત હતો, જે હવે વધીને ૨૭ ટકા થયું છે. અહીં નોંધનીય વાત એ છે કે, ગુજરાતમાં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા, તે દરમિયાન શરૂ થયેલા અનામત આંદોલનને કારણે 10 ટકા ઈબીસી આપવામાં આવ્યું હતું. જે સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યું હતું.