ઓડિશા(Odisha) વિજિલન્સે ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરીને મોટી સફળતા મેળવી છે. વિજિલન્સ વિભાગે શુક્રવારે(Friday) દરોડા દરમિયાન સરકારી અધિકારી પાસેથી રેકોર્ડ 1.36 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. ગવર્મેન્ટ એન્જિનિયર આશિષ કુમાર દાસને ગયા અઠવાડિયે રાજ્યના મલકાનગિરીમાં શુક્રવારે ડિપાર્ટમેન્ટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તે ડીસીબી બેંકમાં બ્રાન્ચ મેનેજરને 10.23 લાખ રૂપિયા ચૂકવવા ગયો હતો. વિજિલન્સને તેની માહિતી મળી અને ત્યારથી અખિલેશ દાસ રડાર પર આવી ગયા.
ટીમ દ્વારા અખિલેશના કાળા નાણા વિશે જાણવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જયારે ચાર દિવસ પછી, વિજિલન્સે દાસ સાથે જોડાયેલા ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેમાં મોટી માત્રામાં રોકડ, દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ પણ મળી આવી હતી. વિજિલન્સ ડિરેક્ટર વાયકે જેઠવાએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે, કાર્યવાહીમાં જપ્ત કરાયેલી રોકડ રૂ. 1.36 કરોડ છે. જે ઓડિશા વિજિલન્સના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી રોકડ વસૂલાત છે.
આ જંગી રોકડ ઉપરાંત 1.2 કિલો સોનું પણ વિજિલન્સના હાથમાં આવ્યું છે. વિજિલન્સ અધિકારીઓને એફડી, બચત અને વીમા ડિપોઝિટ પણ મળી છે, જેની કિંમત આશરે રૂ. 4 કરોડ છે. અધિકારીઓએ એક્સિસ બેંકના 12 બેંક ખાતાઓ વિશે પણ જાણ્યું, જે સંબંધીઓના નામે ખોલવામાં આવ્યા હતા પરંતુ માત્ર દાસ દ્વારા સંચાલિત હતા. આ ખાતાઓમાં 2.25 કરોડ જમા થયા હતા.
જેઠવાએ જણાવ્યું હતું કે, દાસે કટકની શાંતિવન સોસાયટીમાં તેની પત્નીના નામે એક એપાર્ટમેન્ટ પણ ખરીદ્યું હતું. જેની કિંમત 32.30 લાખ રૂપિયા છે. આ ઉપરાંત કેઓંજર જિલ્લાના બારીપાલમાં તેની પત્નીના નામે એક પ્લોટ પણ ખરીદ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે અન્ય બેંક ખાતા અને બે લોકરની ચકાસણીનું કામ ચાલી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પૈસા નક્સલ પ્રભાવિત વિસ્તારોના વિકાસ માટે હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.